વડોદરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીનું મોત, પાંચમા માળેથી પડતું મૂક્યું; કારણ જાણવા પોલીસની તપાસ

0
વડોદરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીનું મોત, પાંચમા માળેથી પડતું મૂક્યું; કારણ જાણવા પોલીસની તપાસ
Views: 9
0 0

Read Time:1 Minute, 31 Second

વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીનું બિલ્ડિંગના પાંચમા માળેથી પડ્યા બાદ મોત થયું છે. વિદ્યાર્થિની સ્કૂલેથી ઘરે આવ્યા બાદ ટેરેસ પર ગઈ હતી, જ્યાંથી નીચે પડતાં ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, વિદ્યાર્થિની મકરપુરાની રાધે રેસિડેન્સીમાં પરિવાર સાથે રહેતી હતી અને માંજલપુરની અંબે સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. સ્કૂલેથી ઘરે પરત આવ્યા બાદ તે બિલ્ડિંગની ટેરેસ પર પહોંચી હતી. ત્યારબાદ તે નીચે પટકાઈ હતી. ઘટનાનો અવાજ સાંભળીને પરિવારજનો અને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. વિદ્યાર્થિનીના મોત પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે પરિવારજનો, શિક્ષકો અને સહપાઠીઓ સહિતની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *