પાકિસ્તાનમાં ધોળા દિવસે મંત્રીનું અપહરણ, AK-47 સાથે નકાબધારીઓ CCTVમાં કેદ

0
પાકિસ્તાનમાં ધોળા દિવસે મંત્રીનું અપહરણ, AK-47 સાથે નકાબધારીઓ CCTVમાં કેદ
Views: 3
0 0

Read Time:2 Minute, 44 Second

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં જાહેર આરોગ્ય ઇજનેર મંત્રી ફઝલ શકુર ખાનનું અજાણ્યા હથિયારધારી નકાબધારીઓએ બંદૂકની અણીએ અપહરણ કર્યું હોવાના અહેવાલથી ખળભળાટ મચ્યો છે. હુમલાખોરોએ મંત્રીની કારના ટાયરો પર ગોળીબાર કરી વાહન અટકાવ્યું હતું અને ત્યારબાદ તેમને પોતાની સાથે અજાણ્યા સ્થળે લઈ ગયા હતા.

ટાયરો પર ગોળીબાર કરી કાર રોકી

મળતી માહિતી મુજબ, નકાબધારીઓએ પહેલા મંત્રીની કારના ટાયરોને નિશાન બનાવી ગોળીઓ ચલાવી હતી. કાર અટક્યા બાદ હથિયારધારીઓએ ફઝલ શકુર ખાનને બંદૂકની અણીએ કારમાંથી ઉતારી પોતાના કબજામાં લીધા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં હથિયારધારી નકાબધારીઓ રસ્તો રોકતા જોવા મળે છે. કેટલાક હુમલાખોરો પાસે AK-47 જેવી રાઇફલ હોવાનું પણ વીડિયોમાં જોવા મળે છે.

હાલમાં મંત્રીના અપહરણ પાછળ કયા સંગઠન અથવા જૂથનો હાથ છે અને અપહરણનું કારણ શું છે તે અંગે સત્તાવાર રીતે સ્પષ્ટતા થઈ નથી.

PTI નેતા શકીલ અહેમદને પણ નિશાન બનાવવાનો પ્રયાસ

આ ઘટનાની સાથે જ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના નેતા અને પ્રાંતીય ધારાસભ્ય શકીલ અહેમદને પણ મલાકંદમાં નિશાન બનાવવાનો પ્રયાસ થયો હોવાના અહેવાલ છે. એક જ વિસ્તારમાં બનેલી આ ઘટનાઓને પગલે PTI કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મલાકંદમાં કાર્યકર્તાઓનો વિરોધ

મંત્રીના અપહરણ અને PTI નેતાને નિશાન બનાવવાના પ્રયાસના વિરોધમાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. મલાકંદના બટ ખૈલા બાયપાસ પર ચક્કાજામ કરી ટાયરો સળગાવવામાં આવ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

ખૈબર પખ્તૂનખ્વાંના માહિતી મંત્રી શફી જાનેએ ઘટનાને બંધારણ, કાયદો અને જનતાના જનાદેશ પર હુમલો ગણાવ્યો છે. PTIના વરિષ્ઠ નેતાઓએ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને પરિસ્થિતિ નહીં સુધરે તો પ્રાંતભરમાં વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર કરવાની ચેતવણી આપી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *