વડોદરા વોર્ડ નં. 16માં પાયાની સુવિધાઓનો અભાવ, સ્થાનિકોની આંદોલનની ચીમક

0
વડોદરા વોર્ડ નં. 16માં પાયાની સુવિધાઓનો અભાવ, સ્થાનિકોની આંદોલનની ચીમક
Views: 7
0 0

Read Time:3 Minute, 5 Second

ડોદરા શહેરના વોર્ડ નં. 16માં ભારતવાડી, યમુના મિલ પાસેના વુડાના આવાસો, જયનારાયણનગર, સોમા તળાવ અને લીમડી ફળિયા સહિતના વિસ્તારોમાં ગંદા પાણી, ડ્રેનેજ ચોકઅપ અને ગંદકીની સમસ્યાઓથી સ્થાનિકો પરેશાન છે. વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાઓનો કાયમી ઉકેલ ન આવતાં રહીશોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
યમુના મિલ પાસે આવેલા વુડાના આવાસોમાં રસ્તા અને ડ્રેનેજની પૂરતી સુવિધા ન હોવાથી ચોમાસા દરમિયાન કાદવ અને ગંદકી વચ્ચે અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. અનેક વિસ્તારોમાં ગંદા પાણીનો પુરવઠો, ઓછા દબાણથી પાણી મળવું અથવા પાણી ન મળવા જેવી સમસ્યાઓ છે. પાણી પુરવઠાનો સમય નિશ્ચિત ન હોવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગંદકીના કારણે આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે.
બીજી તરફ, ગાજરાવાડીના સ્લોટર હાઉસમાં દરરોજ 40થી 50 મૃત પશુઓ લાવવામાં આવતા હોવાનો અને તેમનું માંસ ખુલ્લામાં ફેંકવામાં આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ માંસ 10થી 20 દિવસ સુધી ખુલ્લામાં પડ્યું રહેતું હોવાને કારણે ગાજરાવાડીથી વાઘોડિયા રોડ સુધીના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે. છેલ્લા 30 વર્ષથી આ સમસ્યા અંગે રજૂઆતો થતી હોવા છતાં ઉકેલ ન આવતાં સ્લોટર હાઉસને અન્યત્ર ખસેડવાની માગ ઊઠી છે.
આ ઉપરાંત, ગાજરાવાડીના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ કર્યા વિના ગંદું પાણી રૂપારેલ કાંસમાં છોડવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનો જોડાયેલી હોવાથી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, મેલેરિયા, તાવ અને કમળા જેવી બીમારીઓનો ભય પણ વધી રહ્યો છે.
સ્થાનિકોએ વોર્ડ કચેરી અને મહાનગરપાલિકાની સામાન્ય સભામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાઓનું નિરાકરણ ન આવતું હોવાની ફરિયાદ કરી છે. રહીશોએ શુદ્ધ અને પૂરતા દબાણથી પાણી પૂરું પાડવા, ડ્રેનેજની સમસ્યાઓ દૂર કરવા, સફાઈ વ્યવસ્થા સુધારવા અને સ્લોટર હાઉસને અન્યત્ર ખસેડવાની માગ કરી છે. જો તંત્ર દ્વારા આ સમસ્યાઓનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે, તો સ્થાનિકોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *