અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં આવેલા ૬૦ ફૂટ ઉંડા કુવામાં પુત્રીનો પગ લપસતા ગરકાવ થઈ હતી.તેને બચાવવા પિતાએ પણ છલાંગ મારી હતી. ફાયર વિભાગની રેસ્કયૂ ટીમે એક કલાકથી વધુ જહેમત પછી બંનેને બહાર કાઢી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા.બનાવ અંગે ફાયર કંટ્રોલસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,સોમવારે રાતે ૧૧.૪૫ કલાકના સુમારે ગજરાજ સોસાયટીના જૈન દેરાસરના ઉંડા કુવામાં અંજલી રાજેશભાઈ સેનીનો પગ લપસતા ૬૦ ફૂટ ઉંડાકુવામાં ગરકાવ થઈ હતી. જેને બચાવવા તેના પિતા રાજેશભાઈ સેનીએ પણ છલાંગ લગાવી હતી. ફાયર કંટ્રોલને મેસેજ મળતા સ્ટેશન ઓફિસર સહીત ફાયરના જવાનો ઘટના સ્થળે બચાવ કામગીરી માટે દોડી ગયા હતા.રાતના અંધકારમાં ટોર્ચ લાઈટ,રસ્સા અને દોરડાની મદદથી બંનેને સલામત રીતે બહાર કાઢી સારવાર માટે મોકલી અપાયા હતા.
Leave a Reply