Yes TV

News Website

અમદાવાદમાં ડમ્પર ચાલકનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા, લાખોનું નુકસાન

અમદાવાદમાં ડમ્પર ચાલકનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા, લાખોનું નુકસાન
Views 16

અમદાવાદમાં બેફામ દોડતા ભારે વાહનો નિર્દોષ નાગરિકો માટે જોખમી બની રહ્યા છે. ગુરૂવારે (18મી ડિસેમ્બર) રાત્રે બોડકદેવ વિસ્તારમાં એક ડમ્પરચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જી ભાગી રહેલા ડમ્પર ચાલકે રાણીપ સુધીના માર્ગમાં અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી છે.પાર્ક કરેલી ગાડીનો કચ્ચરઘાણમળતી માહિતી અનુસાર, ગુરુવારે રાત્રે આશરે 11:00 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. વાડજ વિસ્તારના જયેશભાઈ પરમાર બોડકદેવ સ્થિત ‘ટી પોસ્ટ’ દુકાને ગયા હતા. તેમણે પોતાની એક્સેસ ગાડી પાર્ક કરી હતી, જેને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. આ ભીષણ ટક્કરમાં એક્સેસ ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અંદાજે 1,00,000 રૂપિયા જેટલું મોટું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સંજોગોવશાત્ પોલીસની ગાડી તેની પાછળ જ હતી. પકવાન ચાર રસ્તાથી રાણીપ તરફ ભાગતી વખતે આ બેફામ ડમ્પર ચાલકે રાણીપ બલોલ નગર વિસ્તારમાં પણ અન્ય બે-ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. પોલીસે સતર્કતા દાખવીને પીછો ચાલુ રાખ્યો અને આખરે આરોપી ડમ્પર ચાલક સુખલાલ પાંડોરને ઝડપી પાડ્યો હતો.

આ સમગ્ર મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી સુખલાલ પાંડોર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.ઉલ્લેખનીય છે કે, શહેરમાં રાત્રિના સમયે ભારે વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ગંભીર ઘટનાઓ અટકાવી શકાય.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *