અમદાવાદમાં ફરી એકવાર શાળાઓમાં બોમ્બની ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સવારે અમદાવાદની ઝેબર,મહારાજા અગ્રસેન અને ઝાયડસ, DAV ઈન્ટરનેશલ, ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, આવિષ્કાર સ્કૂલ, અને જેમ્સ એન્ડ જેમિસન અને નિર્માણ સ્કૂલ સહિત 8 સ્કૂલમાં બોમ્બ મુક્યાનો ધમકીભર્યો ઈમેઈલ મળતા પોલીસ તંત્ર અને શાળા સંચાલકોમાં દોડાદોડ મચી ગઈ હતી.આ સ્કૂલોને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો ઝેબર સ્કૂલ, થલતેજમહારાજા અગ્રસેન સ્કૂલ, ગુરુકુળ રોડDAV ઈન્ટરનેશલ, મકરબાનિર્માણ સ્કૂલ, વસ્ત્રાપુરઝાયડસ સ્કૂલ, વેજલપુરCBSE ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ, અડાલજઆવિષ્કાર સ્કૂલ, કલોલજેમ્સ એન્ડ જેમિસન, ખોરજ-ખોડિયાર
સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ સવારે 8:33 વાગ્યે આવ્યો હતો. તેમાં અમદાવાદમાં સ્કૂલોથી લઈને સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટારગેટ કરવાનો ઉલ્લેખ કરાયો છે. પ્રાથમિક તપાસમાં સાયબર ક્રાઈમને જાણવા મળ્યું છે કે આ ઈમેલ વિદેશી IP એડ્રેસ (Overseas IP) પરથી મોકલવામાં આવ્યા હતા. ઈમેલના વિષય (Subject)માં જ બોમ્બ બ્લાસ્ટની ચેતવણી હતી. ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરે 1:11 વાગ્યે સ્કૂલોમાં વિસ્ફોટો થશે. લખાણમાં ઉશ્કેરણીજનક રાજકીય ભાષા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનો ઉલ્લેખ કરી ગભરાટ ફેલાવવાનો ઈરાદો સ્પષ્ટ દેખાતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે સ્કૂલ પ્રશાસનને એક શંકાસ્પદ ઈમેઈલ મળ્યો હતો, જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બાબતની જાણ થતાની સાથે જ સ્કૂલ સંચાલકોએ ત્વરિત ધોરણે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, ફાયર બ્રિગેડની ટીમ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવૉડ (BDDS) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાવચેતીના ભાગરૂપે શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી ઘરે રવાના કરાયા હતા અને શાળાનું પરિસર ખાલી કરાવાયા હતા. ડીએવી સ્કૂલના વાલીઓને ઓડિયો મેસેજ દ્વારા જાણ કરાઈ ડીએવી સ્કૂલને બોમ્બેથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ મોટી સંખ્યામાં વાલીઓ તેમના બાળકોને લેવા સ્કૂલે દોડી દોડીને આવી રહ્યા છે. સ્કૂલ દ્વારા બાળકોને ઘરે લઈ જવામાં આવી રહ્યા છે. ડીએવી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા છતાં પોલીસની એક જ ગાડી છે ફાયર કે બોમ્બસ્કોડની કોઈપણ ગાડી અહીં હજુ સુધી પહોંચી નથી.ડીએવી સ્કૂલ દ્વારા વાલીઓને ઓડિયો મેસેજ કરીને જાણ કરવામાં આવી રહી છે કે તમારા બાળકોને એક કલાક પહેલાં છોડી રહ્યા છીએ તો લઈ જાવ. જોકે વાલીઓને સ્કૂલમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકીભર્યો મેલ કર્યો હોવાની જાણ કરવામાં આવી ન હતી. હાલ ડીએવી સ્કૂલના બાળકોને ગ્રાઉન્ડમાં બેસાડીને વાલીઓ લેવા આવે તે મુજબ નામ એનાઉન્સ કરીને બાળકોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે.બોમ્બ સ્કવૉડ સ્કૂલોમાંહાલમાં બોમ્બ સ્કવૉડ અને ડોગ સ્કવૉડ દ્વારા સમગ્ર સ્કૂલ કેમ્પસમાં ખૂણે-ખૂણે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તેઓ સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા હાલ ઈમેઈલનું પગેરું શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ અમદાવાદની અનેક નામાંકિત સ્કૂલોને આવા ફેક ઈમેઈલ મળી ચૂક્યા છે.વેજલપુર PIએ જણાવ્યા મુજબ, આજે સવારે ઈમેલ દ્વારા ઝાયડસ, ઝેબર, અગ્રેસન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ ને ઉડાવી દેવાની ધમકી મળી છે. જે બાદ બોમ્બ સ્કોડ, ક્રાઈમ બ્રાન્ચ, પોલીસ અને ફાયરનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને તપાસ હાથ ધરી છે. આ ધમકી ભર્યો ઈમેલ કોના દ્વારા અને ક્યાંથી કરવામાં આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે.













Leave a Reply