અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં હાઈવે પર ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. બગોદરા-વટામણ હાઈવે પર ગત રાત્રે એક દંપતીને નિશાન બનાવી બે અજાણ્યા લૂંટારૂઓએ માર મારીને તેમની કાર સહિતની મત્તા લૂંટી લેતા સનસનાટી મચી ગઈ છે.વડોદરાથી વતન જતી વખતે બની ઘટનામળતી માહિતી અનુસાર, વડોદરાથી સુરેન્દ્રનગર સ્થિત પોતાના વતન જઈ રહેલા જય પરમાર અને તેમના પત્ની જ્યારે બગોદરાથી માત્ર 2 કિલોમીટર દૂર હતા, ત્યારે આ લૂંટનો બનાવ બન્યો હતો. હાઈવે પર અચાનક ત્રાટકેલા બે અજાણ્યા શખસોએ દંપતીને આંતર્યું હતું અને હુમલો કર્યો હતો. લૂંટારૂઓએ ભોગ બનનાર જય પરમારને માર મારીને તેમની કાર, બે મોબાઈલ ફોન 8 હજાર રૂપિયા રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત જય પરમારને તાત્કાલિક બગોદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ તેમણે બગોદરા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયાહાઈવે પર લૂંટની આ ગંભીર ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. DYSP આસ્થા રાણા, અમદાવાદ ગ્રામ્ય LCB અને બગોદરા પોલીસનો કાફલો તાત્કાલિક પોલીસ મથકે દોડી આવ્યો હતા. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે લૂંટારૂઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. હાઈવે પરના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે નાકાબંધી પણ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે લૂંટારૂઓ ચોરીની કાર લઈને જ કોઈ ચોક્કસ દિશામાં ભાગ્યા હોઈ શકે છે.













Leave a Reply