ગુજરાતમાં મેઘતાંડવ, 2 દિવસમાં 35ના મોત; દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

0
ગુજરાતમાં મેઘતાંડવ, 2 દિવસમાં 35ના મોત; દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
Views: 4
0 0

Read Time:4 Minute, 25 Second

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે 35 લોકોના મોત થયા છે. વરસાદનું જોર ઘટતાં હવે રાજ્યભરમાં રાહત, બચાવ અને સફાઈ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. ગુજરાત ઉપરાંત જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદથી જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

ગુજરાતમાં વરસાદ અને પૂરનો કહેર

રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા નુકસાનનો સર્વે તેમજ પૂર બાદની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પાટણના રાધનપુર-સુઇગામ હાઈવે પર પૂરનું પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ કરાયો છે. અનેક ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો અને માર્ગ વ્યવસ્થા પણ ખોરવાઈ છે.

અમદાવાદ, સાણંદ, મોરબી અને સુરતમાં અસર

અમદાવાદ નજીક બગોદરાના ઔદ્યોગિક વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાઈ જતાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો હતો. સાણંદના વાસણા ચાચરાવાડી ગામમાં પાણીમાં ફસાયેલા માતા અને બાળકનું સ્થાનિકોની મદદથી સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થતાં કાલિંદી નદીના પ્રવાહમાં એક યુવક ફસાઈ ગયો હતો, જેને ફાયર વિભાગે સફળતાપૂર્વક બચાવી લીધો હતો. સુરતમાં પણ ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ખેડામાં વીજ પુરવઠો ખોરવાયો

ખેડા જિલ્લાના ગોબલજ વિસ્તારમાં સતત વરસાદને કારણે 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાયો છે. વીજ પોલ ધરાશાયી થતાં અનેક ઉદ્યોગો પ્રભાવિત થયા છે. યુજીવીસીએલની ટીમો પાણી વચ્ચે પણ સમારકામની કામગીરીમાં જોડાઈ છે.

રાજ્યના 202 તાલુકામાં વરસાદ

25 જુલાઈના 12 કલાક દરમિયાન ગુજરાતના 202 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 87 મિ.મી. અને નવસારીના ખેરગામમાં 68 મિ.મી. વરસાદ નોંધાયો હતો. કુલ 37 તાલુકામાં 20 મિ.મી.થી વધુ વરસાદ વરસ્યો હતો.

આગામી 48 કલાક માટે એલર્ટ

હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના 10થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. 30 અને 31 જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ફરી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય તરફ

જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદ બાદ પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે. સાત દિવસ બાદ શ્રી માતા વૈષ્ણો દેવી યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે, જ્યારે ભૂસ્ખલનનો કાટમાળ દૂર થતાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે (NH-44) પણ વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો મુકાયો છે.

દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પણ વરસાદ

દિલ્હીમાં હળવા વરસાદ વચ્ચે તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો છે અને આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *