ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ડિજિટલ પેમેન્ટમાં વધી રહેલા છેતરપિંડીના કેસોને કાબૂમાં લેવા માટે નવા સુરક્ષા નિયમોના ડ્રાફ્ટ જાહેર કર્યા છે. વર્ષ 2025 દરમિયાન અંદાજે ₹22,931 કરોડની છેતરપિંડી નોંધાતા હવે RBI સતર્ક થયું છે.
ડિજિટલ ફ્રોડમાં નોંધપાત્ર વધારો
2021માં જ્યાં સાયબર ફ્રોડના આશરે 2.6 લાખ કેસ (₹551 કરોડ) નોંધાયા હતા, તે સંખ્યા 2025માં વધી ને 28 લાખ કેસ અને ₹22,931 કરોડ સુધી પહોંચી ગઈ છે. પ્રસ્તાવિત નિયમો મુજબ ₹10,000થી વધુના ડિજિટલ પેમેન્ટમાં થોડો વિલંબ કરવામાં આવશે. ઉપરાંત, 70 વર્ષથી વધુ વયના લોકોના ખાતામાંથી ₹50,000થી વધુની ટ્રાન્ઝેક્શન માટે ટ્રસ્ટેડ વ્યક્તિની મંજૂરી ફરજિયાત કરવાની યોજના છે.
બેન્કોની જવાબદારી પર ભાર
વિચાર એ પણ રજૂ થયો છે કે ફક્ત નિયમો બનાવવાથી કામ નહીં ચાલે, પરંતુ ઓનલાઈન ફ્રોડના કેસમાં બેન્કોને જવાબદાર બનાવીને વળતર આપવાની ફરજ પણ નક્કી કરવી જોઈએ. હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરવા છતાં અનેક વખત પૈસા પરત મળતા નથી. ખાસ કરીને ફરિયાદ નોંધવામાં થતો વિલંબ (ક્યારેક 48 કલાક સુધી) આરોપીઓને ભાગી જવા માટે સમય આપે છે.
જનતા માટે પ્રતિભાવની તક
RBI દ્વારા આ ડ્રાફ્ટ નિયમો પર લોકો પોતાના સૂચનો 8 અથવા 9 મે સુધી આપી શકે છે. ઘણા નિષ્ણાતોના મત પ્રમાણે આ પગલું થોડું મોડું આવ્યું છે, કારણ કે મોટી રકમનું નુકસાન થયા બાદ હવે કાર્યવાહી શરૂ થઈ છે. જોકે, આ નિયમો અમલમાં આવ્યા બાદ જ તેની અસરકારકતા અંગે સ્પષ્ટતા થશે.












Leave a Reply