કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગણેશ હાઉસિંગ દ્વારા નવ નિર્મિત મિલિયન માઇન્ડસ ટેક પાર્ક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદ્ઘાટન ત્રાગડ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું
અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું કે, એક સાથે બે નવી પહેલ થઇ રહી છે જેમાં પ્રથમ મિલિયન માઇન્ડ અને બીજી એક યુનિવર્સીટી જેની ખૂબ લાંબા સમયથી જરૂરિયાત હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સ્વપ્ન જોયું છે તેની પરિપૂર્તિની દિશામાં ખૂબ મોટા માઈલસ્ટોન મેળવવા જઈ રહ્યા છીએ.
શાહે વધુમાં જણાવ્યું કે, ઔદ્યોગિક સંકલ્પનાને એક સ્ટ્રક્ચર સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. ઔદ્યોગિક વિકાસ, આધારભૂત સંરચના, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઉદ્યમિતા આધારિત ડેવલોપમેન્ટ જેવા ક્ષેત્રમાં ગુજરાતની વૈશ્વિક ઓળખ બનાવવાની 2002 થી 2025ની આ યાત્રા ખૂબ સફળ રહી છે. ઘણા રાજ્યો એવા છે જે ઔદ્યોગિક ક્ષેત્રમાં ખૂબ આગળ છે. પરંતુ, ઇન્ડસ્ટ્રીઅલ સ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ ગુજરાત રાજ્ય સિવાય અન્ય કોઈ રાજ્યમાં જોવા નથી મળ્યું. તેનું મુખ્ય કારણ ગુજરાતીઓના ડીએનએમાં ઉદ્યોગ સાહસિકતા રહેલી છે. શાહે ત્રાગડમાં નિર્માણ થતા આ પાર્કના અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, 1997ના સમયની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સપોર્ટની પરિસ્થિતિ કથળેલી હતી આજે વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટને જોઈને હૃદયમાં શાંતિ અને આનંદ થાય છે. 50 ટકા જગ્યાને કોમર્શિયલ તેમજ તેની સાથે મોલ, હોટેલ તેમજ રેસિડેન્શિયલ ક્ષેત્રને સમાવેશ કરી એક સંપૂર્ણ પરિપૂર્ણ ટેકપાર્કનું આયોજન થયું તે બદલ શાહે ગણેશ હાઉસિંગ જૂથને અભિનંદન પાઠવ્યા હતા.
શાહે વધુમાં જણાવ્યું કે, લગભગ 100 એકર ભૂમિ પર આ ઇન્સ્ટિટ્યૂટ પૂર્ણ સ્વરૂપ લેશે ત્યારે ન માત્ર ગુજરાત બલ્કે દેશ ભરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આજના સમયના બદલાવ માટે ખૂબ મહત્વનું સાર્થક સાબિત થશે. AI ડીપટેક એ ભવિષ્યની અર્થવ્યવસ્થા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, . મિલિયન માઇન ટેક પાર્ક આ દિશામાં એક મોટી પહેલ છે. આ પ્રોજેક્ટ માત્ર રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ નથી પરંતુ, અહીંયા પ્રથમ તબક્કામાં હાઇસ્કીલ એમ્પ્લોયમેન્ટ સર્જન અને સંપૂર્ણ વિકાસ થયા પછી હજારો રોજગારીની તકો ઉભી થશે. ગુજરાત વૈષ્વક સ્તરનું ફાઇનાન્શિયલ અને ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સફળતા પૂર્વક ઉભું કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ ગિફ્ટ સીટીએ પૂરું પાડ્યું છે. આ કાર્યક્રમમાં ગણેશ હાઉસિંગના ચેરમેન દીપકભાઈ પટેલ, MD શેખરભાઈ પટેલ, સહીત ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાનો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.












Leave a Reply