‘વન નેશન-વન ઈલેક્શન’ મુદ્દે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)એ દેશભરમાં રાજકીય પક્ષો અને રાજ્ય સરકારો સાથે ચર્ચાનો દોર શરૂ કર્યો છે. આ અંતર્ગત પ્રિયંકા ગાંધી, સંબિત પાત્રા અને બાંસુરી સ્વરાજ સહિત સમિતિના 39 સભ્યો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.
ગાંધીનગરમાં રાજકીય પક્ષો સાથે બેઠક
જેપીસીના સભ્યો આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરીને તેમના અભિપ્રાયો જાણશે. સમિતિની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ આજે સાંજે 5:30 વાગ્યે ગાંધીનગરની GIFT સિટીમાં યોજાશે. ઉપરાંત, 20 મે 2026ના રોજ તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ગાંધીનગરમાં પોતાના મંતવ્યો રજૂ કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે.
ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા
ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું હતું કે ભાજપ ‘વન નેશન-વન ઈલેક્શન’ના પ્રસ્તાવને સંપૂર્ણ સમર્થન આપે છે. બીજી તરફ, કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે આ મુદ્દો લોકશાહી અને જનતાના અધિકારો સાથે સીધો જોડાયેલો છે, તેથી કોંગ્રેસ પોતાની ચિંતાઓ અને સૂચનો સમિતિ સમક્ષ રજૂ કરશે.
સમિતિની રચના અને અધ્યક્ષ
‘વન નેશન-વન ઈલેક્શન’ માટે રચાયેલી આ સંયુક્ત સંસદીય સમિતિની અધ્યક્ષતા વરિષ્ઠ સાંસદ પી.પી. ચૌધરી કરી રહ્યા છે. સમિતિમાં કુલ 39 સભ્યો છે, જેમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યોનો સમાવેશ થાય છે.
લોકસભાના મુખ્ય સભ્યો
સમિતિમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, અનુરાગ ઠાકુર, બાંસુરી સ્વરાજ, સંબિત પાત્રા, મનીષ તિવારી, સુપ્રિયા સુલે, પરષોત્તમ રૂપાલા, કલ્યાણ બેનર્જી, ધર્મેન્દ્ર યાદવ અને અન્ય અનેક પક્ષોના સાંસદો સામેલ છે.
રાજ્યસભાના મુખ્ય સભ્યો
રાજ્યસભામાંથી ઘનશ્યામ તિવારી, રણદીપ સિંહ સુરજેવાલા, મુકુલ વાસનિક, સાકેત ગોખલે, સંજય સિંહ, પી વિલ્સન સહિતના સભ્યો સમિતિનો ભાગ છે.














Leave a Reply