Yes TV

News Website

40 કરોડની છેતરપિંડી, ગુજરાત સાથે પણ કનેક્શન… 35ની ધરપકડ, 54 જેલ હવાલે

40 કરોડની છેતરપિંડી, ગુજરાત સાથે પણ કનેક્શન… 35ની ધરપકડ, 54 જેલ હવાલે
Views 56

દિલ્હી પોલીસની પશ્ચિમ જિલ્લા સાયબર ટીમે દેશવ્યાપી મોટા સાયબર છેતરપિંડી નેટવર્કનો ભંડાફોડ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એપ્રિલ 2026 દરમિયાન હાથ ધરાયેલા વિશેષ ઓપરેશનમાં દિલ્હી સહિત ઝારખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં દરોડા પાડીને મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઓપરેશન દરમિયાન પોલીસે મોબાઇલ ફોન, બેંક એકાઉન્ટ્સ અને ડિજિટલ પુરાવાઓના આધારે સ્ટાર્ટઅપ જેવી વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતાં ઓનલાઈન ફ્રોડ નેટવર્કને બહાર લાવ્યું હતું. સમગ્ર કાર્યવાહીમાં કુલ 89 સાયબર ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાંથી 35 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 54 લોકોને જેલમાં મોકલવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન પોલીસે આશરે ₹40 કરોડની સાયબર છેતરપિંડીના પુરાવા મેળવ્યા છે. આરોપીઓ લોકો સાથે છેતરપિંડી કરવા માટે અલગ-અલગ રીતો અપનાવતા હતા. કેટલાક લોકોને વધુ નફાની લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું, તો કેટલાકને નકલી ડેટિંગ ક્લબમાં VIP મેમ્બરશિપ આપવાના બહાને ફસાવવામાં આવતા હતા.

આ ઉપરાંત, કેટલાક લોકોને વીડિયો કોલ દ્વારા ‘ડિજિટલ અરેસ્ટ’ની ધમકી આપી ડરાવવામાં આવતા હતા, જ્યારે અન્ય લોકોના ફોનમાં APK ફાઇલ મોકલીને હેકિંગ કરવામાં આવતું હતું. પોલીસે જણાવ્યું કે, આ ગેંગ ખૂબ જ વ્યવસ્થિત રીતે કામ કરતી હતી અને દેશના અનેક રાજ્યોમાં તેનું નેટવર્ક ફેલાયેલું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *