વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર ખાતે ઇલેક્ટ્રિક બેટરીના ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા જ ગોડાઉનમાંથી ઘાટા ધુમાડાના ગોટેગોટા ઊઠવા લાગ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ધુમાડાથી છવાઈ ગયો હતો. આ દ્રશ્યો જોઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.
બનાવની જાણ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ કાબુમાં લેવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે ગોડાઉનમાં મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક બેટરીઓ સંગ્રહિત હોવાને કારણે આગ વધુ વિકરાળ બની હતી અને ઝડપથી ફેલાતી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડની વધુ સાત ટીમોને બોલાવવામાં આવી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. આ દરમિયાન ટીમોએ આસપાસ આવેલા અન્ય ગોડાઉનોમાં આગ ફેલાય નહીં તે માટે સમયસર પગલાં લીધા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.














Leave a Reply