Yes TV

News Website

વડોદરા પોલીસે તાંદલજા વિસ્તારમાં રહેતા અને પીએસઆઇના નામે તોડબાજી કરતાં એક ડુપ્લીકેટ પીએસઆઈને ઝડપી પાડયા

વડોદરા પોલીસે તાંદલજા વિસ્તારમાં રહેતા અને પીએસઆઇના નામે તોડબાજી કરતાં એક ડુપ્લીકેટ પીએસઆઈને ઝડપી પાડયા
Views 40

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પીએસઆઇ બનીને તોડબાજી કરતો એક નકલી પોલીસ અધિકારી ઝડપાયો છે. વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી હતી. આરોપી પાસેથી પોલીસને સંબંધિત ખોટા દસ્તાવેજો, યુનિફોર્મ અને રબર સ્ટેમ્પ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસને માહિતી મળી હતી કે તાંદલજા વિસ્તારમાં રહેતો મોબિન એમ.આઇ. સોદાગર પોતાને પીએસઆઇ તરીકે ઓળખાવી લોકોને ડરાવીને તોડપાણી વસૂલ કરી રહ્યો છે. આ આધારે એસઓજીની ટીમે ઝમઝમ ટાવર પાસે આવેલા અલ કબીર બંગ્લોઝ ખાતે દરોડો પાડ્યો. પોલીસ દરવાજો ખખડાવતા તેની પત્નીએ દરવાજો ખોલ્યો હતો, ત્યારબાદ પોલીસ અંદર પ્રવેશી સોફા પર બેઠેલા મોબિન સોદાગરને કબજામાં લીધો હતો.

પોલીસ તપાસ દરમિયાન બંગલાની બહાર પાર્ક કરેલી બે કાર અંગે પૂછપરછ કરવામાં આવી હતી. એક ક્રેટા કાર તેની પત્ની શાહીનબાનુના નામે હતી, જ્યારે બીજી અર્ટીકા કાર સોદાગર ચેરીટેબલ ટ્રસ્ટના નામે નોંધાયેલી હતી. બંને વાહનોનો ઉપયોગ મોબિન પોતે કરતો હોવાની કબૂલાત કર્યા બાદ પોલીસે કારની તલાશી લીધી હતી.

તલાશીમાં ગુજરાત પોલીસનો યુનિફોર્મ, ખાખી પેન્ટ, “પીએસઆઇ એમ.આઇ. સોદાગર” લખેલી નેમપ્લેટ, ગુજરાત પોલીસનો પટ્ટો, ગાંધીનગરના ડીએસપી એમ.જે. ચાવડાની સહી ધરાવતું એસઆઈટી આઈકાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા, પોલીસ લખેલી નેમપ્લેટ, કેપ અને અન્ય સામગ્રી મળી આવી હતી. આ તમામ વસ્તુઓ કબજે લઈ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *