ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેતાં 11 શહેરમાં સરેરાશ લધુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ બાદ તાપમાન 3 ડિગ્રી જેટલું વધતાં ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે. હાલ ગુજરાતમાં પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે.10.9 ડિગ્રી સાથે દાહોદમાં સૌથી નીચું તાપમાન આગામી ૩ દિવસ બાદ તાપમાન ૩ ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં આંશિક ઘટાડો થઇ શકે છે. ગત રાત્રિના 10.9 ડિગ્રી સાથે દાહોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમરેલી, નલિયા, વડોદરા, રાજકોટમાં પણ સરેરાશ લધુતમ તાપમાનનો પારો 13 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. બીજી તરફ અમદાવાદમાં 14.9 ડિગ્રી સાથે સરેરાશ લધુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.7 ડિગ્રીનો વધારો થયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે જેથી આગામી ઠંડીમાં આંશિક ઘટાડો થઇ શકે છે. 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. ગુજરાતમાં હાલ કમોસમી વરસાદની સંભવાના નથી. હવામાન નિષ્ણાતોના મતે આગામી 20મી સુધી લધુતમ તાપમાનમાં ઘટાડાની સંભાવના નહિવત્ છે.
જો દેશના હવામાન પર નજર કરીએ તો પશ્ચિમી વિક્ષોભ અને જેટ સ્ટ્રીમને કારણે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સપ્તાહના અંત સુધીમાં પર્વતોમાં બરફવર્ષા થવાની સંભાવના છે. ગુજરાતથી ફરવા જતાં સહેલાણીઓ માટે આ ખુશખબર છે.













Leave a Reply