Yes TV

News Website

20 કલાકની પૂછપરછ બાદ યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ

20 કલાકની પૂછપરછ બાદ યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબની ધરપકડ
Views 34

દિલ્હીમાં યોજાયેલી AI સમિટ દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શન મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઈન્ડિયન યૂથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદય ભાનુ ચિબની લાંબી પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. હાલ તેમને દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે અને સ્ટેશન બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સમગ્ર ઘટનાક્રમ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.સી. વેણુગોપાલે પોલીસ પગલાંની ટીકા કરી છે.

20 કલાક પૂછપરછ બાદ ધરપકડ

કોંગ્રેસ નેતાઓના જણાવ્યા અનુસાર ઉદય ભાનુ ચિબની આશરે 20 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તિરુવલ્લુરના સાંસદ શશિકાંત સેંથીલે માહિતી આપી કે વહેલી સવારે લગભગ 4 વાગ્યે તેમની ધરપકડ કરવામાં આવી. યુથ કોંગ્રેસના કાર્યકરો તેમના નેતા પર ગર્વ વ્યક્ત કરી રહ્યા છે અને દેશના યુવાનોના હિત માટે લડત ચાલુ રાખવાની વાત કરી છે.

કોંગ્રેસની પ્રતિક્રિયા

કે.સી. વેણુગોપાલે જણાવ્યું કે લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ કરવો કોઈ ગુનો નથી, પરંતુ મૂળભૂત અધિકાર છે. તેમણે આરોપ લગાવ્યો કે કાર્યકરોએ હિંસા વિના શાંતિપૂર્ણ રીતે વડાપ્રધાન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેમણે માંગ કરી કે તમામ આરોપીઓ સામેના કેસ પરત લેવામાં આવે અને તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.

અન્ય ધરપકડો અને તપાસ

આ મામલે ગ્વાલિયરના જિતેન્દ્ર સિંહ યાદવ નામના કોંગ્રેસ કાર્યકરની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે હજુ ત્રણથી ચાર શંકાસ્પદ વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે.

શું બન્યું હતું?

દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલી AI સમિટમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સમિટ દરમિયાન યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકરો કાર્યક્રમ સ્થળે પ્રવેશી ગયા હતા અને અર્ધનગ્ન થઈ વડાપ્રધાન વિરુદ્ધ નારા લગાવ્યા હતા. ઘટનાના તરત બાદ સાત લોકોની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ તપાસનો દોર શરૂ થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *