બગોદરા નજીક ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના: ઊંડા પાણીમાં ડૂબેલા યુવકનો બીજા દિવસે મૃતદેહ મળ્યો

0
બગોદરા નજીક ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના: ઊંડા પાણીમાં ડૂબેલા યુવકનો બીજા દિવસે મૃતદેહ મળ્યો
Views: 7
0 0

Read Time:1 Minute, 16 Second

અમદાવાદ: બગોદરા નજીક ગણેશ વિસર્જન દરમિયાન દુઃખદ ઘટના બની હતી. શુક્રવારે (25 સપ્ટેમ્બર) બગોદરા-શિયાળ ગામ વચ્ચે આવેલા તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિકોએ એક યુવકને બચાવી લીધો હતો, જ્યારે હર્ષરાજ ચૌહાણ નામનો અન્ય યુવક લાપતા બન્યો હતો.

ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મોડી રાત સુધી યુવકની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી.

બીજા દિવસે સવારે મૃતદેહ મળ્યો

શનિવારે (26 સપ્ટેમ્બર) સવારે ફાયર વિભાગની ટીમે ફરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની શોધખોળ બાદ ઊંડા પાણીમાંથી હર્ષરાજ ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે બગોદરા હોસ્પિટલ ખસેડ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed