Yes TV

News Website

દાદરા અને નગર હવેલીના સેલવાસમાં ગેસ ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ: 4નાં મોત, અનેક ગંભીર

દાદરા અને નગર હવેલીના સેલવાસમાં ગેસ ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ: 4નાં મોત, અનેક ગંભીર
Views 24

દાદરા અને નગર હવેલીના સેલવાસ ખાતે આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દેમણી રોડ પર આવેલા ગેસ ગોડાઉનમાં નાઈટ્રોજન ગેસ સિલિન્ડર રિફિલિંગ દરમિયાન અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રિફિલિંગ સમયે થયો ધડાકો

માહિતી મુજબ, ગોડાઉનમાં કામદારો સિલિન્ડર રિફિલિંગ કરી રહ્યા હતા ત્યારે એક સિલિન્ડર ફાટતાં ભારે વિસ્ફોટ થયો હતો. ધડાકો એટલો ભયાનક હતો કે ગોડાઉનનો કાટમાળ દૂર સુધી ફંગોળાયો અને આસપાસના વિસ્તારમાં ભુકંપ જેવી સ્થિતિ સર્જાઈ. આશરે 30 મીટર દૂર આવેલી શાળામાં પણ ભયનો માહોલ સર્જાયો અને લોકોમાં ગભરાટ ફેલાયો.

તપાસના આદેશ

ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ઘાયલોને ઝડપથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, મૃતકોમાં ગોડાઉન સંચાલકનો પણ સમાવેશ થાય છે.

આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી છે અને સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે. સુરક્ષા નિયમોના ભંગને કારણે આ દુર્ઘટના બની છે કે નહીં, તે અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *