અમદાવાદના શાહ આલમ ટોલ નાકા નજીક એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં AMTS બસ અને મોપેડ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. મોપેડ પર સવાર બે યુવતીઓ બસની અડફેટે આવતાં સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, બંને યુવતીઓ રોંગ સાઈડમાં મોપેડ ચલાવી રહી હતી. વળાંક પાસે સામેમાંથી આવતી AMTS બસ સાથે તેમની ટક્કર થઈ હતી, જેના કારણે અકસ્માત બન્યો હતો.
આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન આ અકસ્માતનું મુખ્ય કારણ બન્યું. વધુમાં, બંને યુવતીઓએ હેલ્મેટ પણ પહેર્યું ન હતું.
સદનસીબે, અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. બંને યુવતીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
અકસાનની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને આગળની તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.














Leave a Reply