Yes TV

News Website

અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પર આવેલા શાંગરીલા આર્કેડમાં લાગી ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાખ

અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પર આવેલા શાંગરીલા આર્કેડમાં લાગી ભીષણ આગ, અનેક વાહનો બળીને ખાખ
Views 6

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા નજીક આવેલા શાંગરીલા-2 આર્કેડમાં આજે અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આગ કોમ્પ્લેક્સના પાર્કિંગ વિસ્તારમાં લાગી હતી અને થોડા જ સમયમાં ઉપરના માળ સુધી ફેલાઈને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ આગના કારણે પાર્કિંગમાં ઉભેલા અનેક વાહનો, એક એટીએમ મશીન અને કેટલીક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની આશરે 8 ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. સાથે જ આર્કેડમાં આવેલી ઓફિસો અને જીમમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગ કામગીરી હાથ ધરાઈ રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી, જેથી પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આગની તીવ્રતા ધ્યાનમાં લેતા લાખો રૂપિયાના નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જો કે સત્તાવાર આંકડો હજી જાહેર થયો નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *