અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા ઇસ્કોન-આંબલી રોડ પર આવેલી એક કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે સવારના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કામ દરમિયાન ક્રેનનો કેબલ અચાનક તૂટી જતા બે શ્રમિકો ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે બીજો શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
માહિતી મુજબ, સાઇટ પર નિયમિત કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર ક્રેનનો કેબલ તૂટી પડ્યો હતો. તેના કારણે કામ કરી રહેલા બે શ્રમિકો સંતુલન ગુમાવીને નીચે પટકાયા હતા.
ઘટનામાં એક શ્રમિકને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે બીજા શ્રમિકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે.














Leave a Reply