Yes TV

News Website

રાજકોટમાં ગોંડલ હાઈવે પર બે કાર વચ્ચે ભયંકર ટક્કર, એક કાર પુલ નીચે ખાબકી, 3 યુવકો ગંભીર

રાજકોટમાં ગોંડલ હાઈવે પર બે કાર વચ્ચે ભયંકર ટક્કર, એક કાર પુલ નીચે ખાબકી, 3 યુવકો ગંભીર
Views 84

રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક ઘોઘાવદર રોડ પર વધુ એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ધારેશ્વર ચોકડી નજીક બે કાર વચ્ચે સામસામે ભયંકર ટક્કર થતાં એક કાર નિયંત્રણ ગુમાવી પુલ નીચે ખાબકી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, ટક્કર બાદ એક કાર સીધી રોડ પરથી નીચે ઉતરી પુલ નીચે પટકાઈ હતી. આ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો તરત જ બચાવ કામગીરીમાં જોડાયા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનો મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તોમાં ઘોઘાવદરના 27 વર્ષીય યાજ્ઞિક ભંડેરીનો સમાવેશ થાય છે. તેઓ ગોંડલથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. હાલ તેમની ગોંડલની વાડોદરીયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે જેતપુર તાલુકાના ઉમરાળીના 29 વર્ષીય ભૌતિક વોરા અને તેમના મિત્ર 35 વર્ષીય ભાવેશ ખૂંટ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ અને આટકોટની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતની જાણ થતાં જ ગોંડલ શહેર A-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પુલ નીચે ખાબકેલી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે તેમજ અકસ્માત કયા કારણોસર સર્જાયો અને તેમાં કોની બેદરકારી હતી તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *