Yes TV

News Website

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર હુમલો, કુખ્યાત ધર્મેન્દ્ર સિંહને પગમાં ગોળી મરાઈ
Views 3

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતા કુખ્યાત ગુનેગારો સામે ક્રાઇમ બ્રાન્ચે કડક વલણ અપનાવ્યું છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં લાંબા સમયથી ફરાર અને માથાભારે આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો અભેસિંહ બારડને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. જોકે, ધરપકડ દરમિયાન ઘટનાસ્થળે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આરોપીએ પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PIએ જવાબી કાર્યવાહીમાં તેના પગમાં ગોળી મારી હતી અને ત્યારબાદ તેને કાબૂમાં લેવામાં આવ્યો હતો.

પોલીસ પર હુમલાનો પ્રયાસ, જવાબી કાર્યવાહીમાં ગોળી

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે નરોડા અને કૃષ્ણનગર વિસ્તારના અનેક ગુનાઓમાં વોન્ટેડ આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમો એક ચોક્કસ સ્થળે હાજર છે. બાતમીના આધારે પોલીસે ઓપરેશન ગોઠવી તેને ચારેય તરફથી ઘેરી લીધો હતો. પોલીસ પોતાની નજીક આવી રહી હોવાનું જાણતા જ આરોપીએ શરણાગતિ સ્વીકારવાને બદલે હિંસક પ્રતિકાર કર્યો હતો અને પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન પોલીસ અને આરોપી વચ્ચે ઉગ્ર ઝપાઝપી સર્જાઈ હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ પોલીસે આત્મરક્ષણના ભાગરૂપે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. PI દ્વારા ચલાવવામાં આવેલી ગોળી આરોપીના પગમાં વાગતા તે નીચે ઢળી પડ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને તાત્કાલિક કસ્ટડીમાં લઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

26થી વધુ ગંભીર ગુનાઓનો ઇતિહાસ

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી હાલ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ હતો. ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમાનો ગુનાહિત ઇતિહાસ પણ અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે. તેના વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 26 ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, ધાડ, રમખાણો તેમજ આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટના ઉલ્લંઘન જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

સાજો થયા બાદ થશે સઘન પૂછપરછ

હાલ આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે સ્વસ્થ થતાં જ તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવશે. સાથે જ તેના અન્ય સાગરીતો અને ગુનાહિત નેટવર્ક અંગે પણ ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ ચલાવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *