ગુજરાતના મુખ્યમંત્રીએ સુરતમાં 116મી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની કારોબારીનો કરાવ્યો પ્રારંભ 1 – imageSurat : સુરતના અડાજણ વિસ્તારમાં યોજાયેલ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની 116 મી કારોબારી સમિતિની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણાં મંત્રી કનુ દેસાઈએ હાજરી આપી હતી. સુરતના મેયરના અધ્યક્ષ સ્થાને 116 મી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની બેઠકનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રીએ કરાવ્યો હતો. સુરતમાં યોજાયેલી આ બેઠકમાં દેશના 37 થી વધુ શહેરના મેયરે હાજરી આપી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં રાજ્યોમાં શહેરીકરણનો દર 37 થી વધીને 48 ટકા થયો, 2047માં આ દર વધી 70 ટકા થઈ જશે. મુખ્યમંત્રીએ દેશના વિકાસમાં શહેરનો મહત્વનો ભાગ છે તેવી વાત કરી હતી. સુરતમાં 110મી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની બેઠક થઈ હતી. ત્યારબાદ હવે 116મી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની બેઠક અડાજણની એક ખાનગી હોટલમાં શરુ થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠકમાં હાજરી આપી હતી અને પ્રારંભ કરાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ સરદાર વલ્લભભાઈની 150મી જન્મ જયંતીની ઉજવણી ચાલી રહી છે. અમદાવાદથી 1924થી 1928માં તેની શરૂઆત કરાઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અર્બન ટ્રાન્ફરમેશનમાં અનેક નવી ક્રાંતિ લાવ્યા છે. તેઓ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના મોર્ડન અર્બનની સ્થાપના કરી હતી. વર્ષ 2005માં પહેલીવાર શહેરી વિકાસ વર્ષ અર્બન ડેવલપમેન્ટ વિકાસ વર્ષ સાકાર કર્યું હતું. અમે પણ વર્ષ 2025ને અર્બન ડેવલોપમેન્ટન રૂમપમાં ઉજવણી કરી છે. મુખ્યમત્રીએ વધુમાં કહ્યું હતું કે, શહેરના વિકાસથી દેશનો વિકાસ થાય છે તેવી પણ તેઓએ વાત કરી હતી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં રાજ્યોમાં શહેરીકરણનો દર 37 થી વધીને 48 ટકા થઇ ગયું છે. જેના કારણે વર્ષ 2047 સુધીમાં શહેરીકરણનો દર 70 ટકા સુધી પહોંચી જશે. શહેરોના રાજ્યોમાં 70 ટકા જીડીપીમાં યોગદાન આપવાના લક્ષ સાથે કામગીરી ચાલી રહી છે. ગુજરાતના વધતા વિકાસને ધ્યાનમાં રાખી નવ પાલિકાને મહાનગર પાલિકા તરીકે અપગ્રેડ કરવામાં આવી. તેના વિકાસ માટે પોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે વધારાનું વિવિધ ફંડ પણ ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના ઉદ્દબોધન બાદ મેયર સમિટ ખુલ્લી મુકવામાં આવી હતી.
સુરત શહેરમાં 116મી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની કારોબારીના પ્રમુખ અને સુરતના મેયર દક્ષેશ માવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીના કારણે સુરતના વિકાસ સાથે તેમની યાદોને વાગોળી હતી અને સાથે સાથે 110 મી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની કારોબારીમાં હાજર પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીને પણ યાદ કર્યા હતા. મેયર માવાણીએ જણાવ્યું હતું કે સુરત શહેર અને સુરતીઓ શહેરમાં આવેલી કોઈ પણ આફતને અવસરમાં કેવી રીતે બદલવો તે સારી રીતે જાણે છે. ભુતકાળમાં જે પડકાર આવ્યા હતા તેમાં સુરત ઘણું શિખ્યું છે અને શહેરમાં આવતા પડકારો અંગે આ શિબિરમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. સુરતમાં યોજાયેલી 116માં બેઠકમાં ભારતના 14 રાજ્યોના 37 શહેરના મેયરને તેઓએ આવકાર્યા હતા. સુરત શહેરને હવા, સ્વચ્છતા, જળશક્તિ માટે અનેક એવોર્ડ મળ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ દેશમાં સૌથી સ્વચ્છ શહેરમાં સુરત સુપર લીગમાં સમાવેશ થયો છે અમારા માટે ગર્વની વાત છે.













Leave a Reply