Yes TV

News Website

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો, ગનમેન સાથે ઝપાઝપી
Views 19

કેરળમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાતો જતાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર જ્યારે પોતાના બે વાહનોના કાફલા સાથે મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે અચાનક બે કારમાં આવેલા અંદાજે 8 જેટલા અજાણ્યા શખ્સોએ તેમની ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો.

રસ્તામાં અટકાવી કારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ

ચક્ષુદ્રષ્ટાઓ મુજબ, હુમલાખોરોએ રસ્તા વચ્ચે જ થરૂરની ગાડી રોકી દીધી હતી અને કારના કાચ પર જોરજોરથી માર મારવાનું શરૂ કર્યું હતું. પરિસ્થિતિ ગંભીર બનતા તેમના ગનમેન વચ્ચે પડ્યા અને રસ્તો ખાલી કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હુમલાખોરોએ તેમની સાથે પણ ધક્કામુક્કી અને હાથાપાઈ કરી હતી.

પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને બે શખ્સોને કસ્ટડીમાં લીધા છે. હાલ તપાસ ચાલી રહી છે કે આ હુમલો પૂર્વ આયોજનનો ભાગ હતો કે પછી કોઈ તાત્કાલિક વિવાદનું પરિણામ.

કેરળ ચૂંટણી 2026 – મુખ્ય માહિતી

  • મતદાન તારીખ: 9 એપ્રિલ 2026
  • પરિણામ તારીખ: 4 મે 2026
  • કુલ બેઠકો: 140
  • મુખ્ય મુકાબલો: LDF, UDF અને NDA વચ્ચે ત્રિપક્ષીય સ્પર્ધા
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *