આમ આદમી પાર્ટીને આજે (24 એપ્રિલ) મોટો રાજકીય ઝટકો લાગ્યો છે, કારણ કે પક્ષના રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ રાજીનામું આપી દીધું છે. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ અને સંદીપ પાઠકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ શુક્રવારે સાંજે તેઓ નવી દિલ્હીમાં આવેલા ભાજપ મુખ્યાલય પહોંચ્યા, જ્યાં તેમનું પાર્ટી અધ્યક્ષ નીતિન નબીન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
ભાજપ મુખ્યાલય ખાતે સ્વાગત દરમિયાન નીતિન નબીને રાઘવ ચઢ્ઢાને લાડુ ખવડાવીને તેમની પાર્ટીમાં એન્ટ્રીને ઉજવી હતી. ચઢ્ઢાએ પણ અધ્યક્ષને ગુલદસ્તો ભેટ આપીને આ પ્રસંગને વધુ સન્માનિત બનાવ્યો. આ સાથે જ તેઓ સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થઈ ગયા છે. આ ઘટનાને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીની રાજ્યસભામાં સ્થિતિ હવે નબળી પડી છે.
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર નેતાઓમાં રાઘવ ચઢ્ઢા ઉપરાંત સંદીપ પાઠક, સ્વાતિ માલિવાલ, હરભજન સિંહ, અશોક મિત્તલ અને વિક્રમજીત સાહનીનો સમાવેશ થાય છે.













Leave a Reply