Yes TV

News Website

કેન્દ્રીય ગૃહમંત્રીના મત વિસ્તાર કલોલ તાલુકાના વિકાસ માટે 12 કરોડના કામ મંજૂર

કેન્દ્રીય ગૃહમંત્રીના મત વિસ્તાર કલોલ તાલુકાના વિકાસ માટે 12 કરોડના કામ મંજૂર
Views 10

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ તથા કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર (બકાજી)ના સતત પ્રયત્નોથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)ની સહાયથી કલોલ તાલુકાના 15 ગામમાં કોમ્યુનિટી હોલ અને યોગા સેન્ટરના વિકાસકાર્યો માટે રૂ. 12.75 કરોડની માતબર રકમ મંજૂર કરાઈ છે. આ વિકાસકાર્યો ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક, સાંસ્કૃતિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓને નવી ગતિ આપશે અને ગામોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)ની સહાયથી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટેનું આયોજન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ તથા કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરના પ્રયાસથી થઇ રહ્યું છે અને તે માટે  કલોલ તાલુકાના 15થી વધુ ગામોમાં કોમ્યુનિટી હોલ અને યોગા સેન્ટર સહિતના વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. તેના પગલે હવે આગામી સમયમાં કલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની કાયાપલટ થશે અને ગ્રામજનોને સુખાકારી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે. 

 કલોલ તાલુકાના મુલસણા ગ્રામ પંચાયતની બાજુમાં પંચાયત ચોક પાસે, પિયજ ગ્રામ પંચાયતની પાછળ તળાવની બાજુમાં, શેરીસા ગામમાં માલજી વાસ પ્રા.શાળાની બાજુમાં, વડસર ગામ રામાપીર મંદિર જોડે વારી ગૃહ પાસે, વાયણા ગામે સેંધણી માતાના મંદિર પાસે (રબારી વાસ), હાજીપુર ગામે દંતાણી વાસની પાછળ, જેઠલજ ગામ મહાદેવ મંદિર પાસે, ભાદોલ ગામ પંચાયતની બાજુમાં, નવા ગામ અંબાજી મંદિરની બાજુમાં, બિલેશ્વરપુરા ગામ પંચાયતની સામે પંચવટી પાછળ, સાંતેજ ગામમાં, ઘાનોટ ગામે ગ્રામ પંચાયતની બાજુમાં મહાકાળી મંદિરની આગળ, ગોલથરા મહાકાળી મંદિરની સામે, કોઠા ગામ તળાવ કિનારે પ્રવેશ દ્વાર નજીક પાણીની ટાંકી પાસે અને નારદીપુર ગામ કુમાર શાળા નજીક કોમ્યુનિટી હોલ તેમજ યોગા સેન્ટર સહિતની સુવિધાઓ ગ્રામજનોને ઉપલબ્ધ થશે. આ તમામ કામની મંજૂરી ઉચ્ચ કક્ષાએથી આપવામાં આવી છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *