Yes TV

News Website

આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત

આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત
Views 21

આંધ્રપ્રદેશના માર્કાપુરમ જિલ્લામાં રાયવરમ નજીક આજે વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. તેલંગાણાના નિર્મલથી નેલ્લોર જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ અને માલથી ભરેલા ટીપર ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 8થી વધુ મુસાફરો જીવતા જ દાઝી જવાના અહેવાલ છે.

અકસ્મતની વિગત અને જાનહાનિ

માહિતી અનુસાર, હરિકૃષ્ણા ટ્રાવેલ્સની બસમાં અંદાજે 40 મુસાફરો સવાર હતા. હૈદરાબાદથી પામુર તરફ જઈ રહેલી આ બસ રાયવરમ નજીક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર બાદ બસ ડિવાઈડર સાથે અથડાઈ પલટી ગઈ અને તરત જ આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ. મુસાફરોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ આગ વિકરાળ બની ગઈ હતી. ઘટનાસ્થળે જ 8 લોકોના મોત થયા છે, જ્યારે 18થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા છે.

બચાવ કામગીરી અને સરકારની પ્રતિક્રિયા

અકસ્મતની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, કેટલાક ઘાયલોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી N. Chandrababu Naiduએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાની સાથે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *