ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે 254 બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વર્ગ-2માં બઢતી આપી, તેમની નવી નિમણૂક સ્થળોએ બદલીના આદેશો જાહેર કર્યા છે।
માહિતી મુજબ, બઢતી પામેલા અધિકારીઓને અગાઉના પે-મેટ્રિક્સ લેવલ-7 (₹39,900 થી ₹1,26,600)માંથી વધારીને હવે લેવલ-8 (₹44,900 થી ₹1,42,400)ના પગાર ધોરણમાં મૂકવામાં આવ્યા છે। આ બઢતીઓ હાલ હંગામી ધોરણે આપવામાં આવી છે અને તમામ અધિકારીઓને તેમના નામ સામે દર્શાવેલ કચેરી ખાતે તાત્કાલિક હાજર થવા સૂચના આપવામાં આવી છે।















Leave a Reply