Yes TV

News Website

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા
Views 20

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ આજે ગૃહમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના ધારાસભ્યોએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને લઈને વિધાનસભા પરિસરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધારાસભ્યો હાથમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના પોસ્ટર અને તસવીરો સાથે દેખાયા હતા, જેના કારણે ગૃહમાં હોબાળો મચી ગયો હતો અને ધારાસભ્યો વચ્ચે ધક્કામુક્કીની સ્થિતિ ઊભી થઈ હતી.

ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વેલમાં ઉતરી આવ્યા હતા અને ઈઝરાયલ વિરુદ્ધ તેમજ અમેરિકા વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી હતી. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ એનસીના નેતા તનવીર સાદિક કરી રહ્યા હતા. તેમણે અને અન્ય ધારાસભ્યોએ ઈરાન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને ઈઝરાયલના હુમલાની કડક નિંદા કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *