Yes TV

News Website

બદલો નહીં, બદલાવ; ભય નહીં, ભવિષ્યનું બંગાળ : મોદી

બદલો નહીં, બદલાવ; ભય નહીં, ભવિષ્યનું બંગાળ : મોદી
Views 25

Narendra Modiએ ચૂંટણી પરિણામો બાદ દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે સંબોધન કર્યું હતું. બંગાળી વેશભૂષામાં દેખાયેલા પીએમ મોદીએ કહ્યું કે હવે પશ્ચિમ બંગાળ હિંસામુક્ત બનશે અને રાજ્યમાં ભય નહીં પરંતુ વિકાસ અને ભવિષ્યની ચર્ચા થશે. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે બદલાની નહીં, બદલાવની રાજનીતિ થશે.

તેમણે પોતાના ભાષણમાં આસામ અને પુડુચેરીમાં એનડીએને મળેલી જીતનો શ્રેય વિકાસલક્ષી કાર્યોને આપ્યો હતો. મોદીએ જણાવ્યું કે લોકો વિકાસ પર વિશ્વાસ રાખીને ભાજપને ફરીથી તક આપી રહ્યા છે. તેમણે ઉત્તરાખંડથી લઈને બંગાળ સુધી ભાજપના વિસ્તરણને લોકતંત્રની જીત ગણાવી હતી.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે વિવિધ રાજ્યોમાં થયેલા મતદાનમાં મહિલાઓ અને યુવાનોની ભાગીદારી નોંધપાત્ર રહી છે. ચૂંટણી પંચ, સુરક્ષાદળો અને સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં 20થી વધુ રાજ્યોમાં એનડીએની સરકાર છે અને “જ્યાં ભાજપ, ત્યાં વિકાસ” એ મંત્ર સાથે કામ થઈ રહ્યું છે.

કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ભાજપના અધ્યક્ષ નીતિન નવીનને પણ ખાસ શ્રેય આપ્યો હતો. તેમણે જણાવ્યું કે અધ્યક્ષ તરીકે તેમની આ પહેલી મોટી ચૂંટણી હતી અને તેમની આગેવાનીમાં પાર્ટીને મહત્વપૂર્ણ સફળતા મળી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *