Yes TV

News Website

ચૂંટણી જાહેર થતાં જ તમિલનાડુના ઓપિનિયન પોલે સ્ટાલિનની ઊંઘ ઊડાવી

ચૂંટણી જાહેર થતાં જ તમિલનાડુના ઓપિનિયન પોલે સ્ટાલિનની ઊંઘ ઊડાવી
Views 18

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ સામે આવેલા પ્રથમ ઓપિનિયન પોલે સત્તારુઢ DMK માટે ચિંતા વધારી છે. આ સર્વે મુજબ રાજ્યમાં કડક ટક્કર જોવા મળી શકે છે અને સત્તા પરિવર્તનની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

મેટ્રાઈઝ-IANS દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર DMK અને તેના સહયોગીઓને લગભગ 104 થી 114 બેઠકો મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જ્યારે AIADMKના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી રહેલા NDA ગઠબંધનને 114 થી 127 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ગઠબંધનમાં ભાજપ પણ સામેલ છે. બીજી તરફ અભિનેતા-રાજકારણી વિજયની પાર્ટી TVKને લગભગ 6 થી 12 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ આંકડાઓ દર્શાવે છે કે હાલ સત્તામાં રહેલી પાર્ટીને આ ચૂંટણીમાં કઠિન પડકારનો સામનો કરવો પડી શકે છે.

આ દરમિયાન રાજકીય સમીકરણો પણ ઝડપથી બદલાઈ રહ્યા છે. ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ તમિલનાડુમાં 9 એપ્રિલે મતદાન થવાનું છે. તે પહેલાં રાજ્યની રાજનીતિમાં અનેક નવા વળાંકો જોવા મળી શકે છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલ મુજબ રાજ્યમાં પોતાની પકડ મજબૂત બનાવવા પ્રયત્નશીલ ભાજપે TVKના નેતા વિજયને ગઠબંધન માટે ખુલ્લી ઓફર આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપે વિજયને ડેપ્યુટી સીએમ પદ તેમજ NDA તરફથી તેમની પાર્ટીને લગભગ 80 બેઠકો આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ભાજપના મતે જો વિજય NDAમાં જોડાય, તો રાજ્યના ચૂંટણી પરિણામોમાં મોટો ફેરફાર થઈ શકે છે.

પરંતુ વિજય માટે આ નિર્ણય સરળ નથી. રાજકારણમાં નવા આવેલા વિજય અત્યાર સુધી DMK અને AIADMKથી અલગ ત્રીજા વિકલ્પ તરીકે પોતાની ઓળખ ઉભી કરવાની કોશિશ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈ મોટા ગઠબંધનમાં જોડાવાથી તેમની રાજકીય છબી પર અસર પડી શકે છે તેવી ચિંતાઓ તેમના નજીકના વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે. તેથી વિજય ગઠબંધન કરે કે સ્વતંત્ર રીતે ચૂંટણી લડે તે નિર્ણય તેમના રાજકીય ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *