Yes TV

News Website

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો! વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ
Views 15

બંગાળ, આસામ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલાં યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં NDAએ મજબૂત પ્રદર્શન કર્યું છે. બિહાર સહિત કુલ 10 રાજ્યોમાં રાજ્યસભાની 37 બેઠકો માટે થયેલી ચૂંટણીના પરિણામો ગઇકાલે મોડી રાત્રે જાહેર થયા હતા. જેમાં બિહાર, ઓડિશા અને હરિયાણામાં 26 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે બાકીની બેઠકો માટે મતદાન થયું હતું.

બિહારમાં રાજ્યસભાની તમામ 5 બેઠકો NDAએ પોતાના નામે કરી છે. વિપક્ષના 4 ધારાસભ્યો મતદાનથી દૂર રહેતા NDAને ક્લીન સ્વીપ કરવામાં સહેલાઈ મળી. બીજી તરફ, ઓડિશામાં BJD અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના ક્રોસ-વોટિંગને કારણે ભાજપે 2 બેઠકો જીતવામાં સફળતા મેળવી.

હરિયાણામાં ચૂંટણી દરમિયાન ભારે રાજકીય તણાવ અને વિવાદ જોવા મળ્યો હતો. બેલેટ પેપરની ગોપનીયતા ભંગના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરિયાદો થતાં મતગણતરી લગભગ 5 કલાક સુધી અટકાવી રાખવામાં આવી હતી. અંતે મોડી રાત્રે પરિણામો જાહેર થયા, જેમાં કોંગ્રેસના કરમવીર સિંહ બૌધ અને ભાજપના સંજય ભાટિયા વિજેતા બન્યા.

આ ચૂંટણીમાં આસામ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં અનેક ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે બાકીના રાજ્યોમાં મતદાન દ્વારા પરિણામો નક્કી થયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *