નવી દિલ્હી: રાજ્યસભામાંથી નિવૃત્ત થતા ૫૯ સભ્યોને વિદાય આપતા વડાપ્રધાન Narendra Modiએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે રાજકારણમાં ક્યારેય પૂર્ણ વિરામ નથી હોતો. સંસદમાંથી નિવૃત્ત થતા કેટલાક સભ્યો ફરી રાજકારણમાં પરત ફરવાના પ્રયાસ કરશે, જ્યારે કેટલાક પોતાના અનુભવો સાથે સામાજિક જીવનમાં યોગદાન આપશે.
વિદાય લઈ રહેલા સભ્યોના યોગદાનની પ્રશંસા કરતા મોદીએ જણાવ્યું કે તેમનો અનુભવ રાષ્ટ્રજીવન માટે હંમેશા ઉપયોગી રહેશે. સંસદમાં વિવિધ મુદ્દાઓ પર થતી ચર્ચાઓમાં દરેક સભ્યની આગવી ભૂમિકા હોય છે. આવા કાર્યક્રમો પક્ષીય સીમાઓને પાર કરી પરસ્પર સન્માનની ભાવના મજબૂત બનાવે છે. તેમણે ફરી એકવાર ભારપૂર્વક કહ્યું કે રાજકારણમાં કોઈ ‘ફુલ સ્ટોપ’ નથી.
આ પ્રસંગે મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી H. D. Deve Gowda, કોંગ્રેસ અધ્યક્ષ Mallikarjun Kharge અને એનસીપી પ્રમુખ Sharad Pawarના યોગદાનની પ્રશંસા કરી હતી.
રાજ્યસભાના અનેક સભ્યો નિવૃત્ત થયા છે. ટીએમસીના સાંસદ Derek O’Brienએ જણાવ્યું કે તેમને Priyanka Chaturvedi, Saket Gokhale અને Ritabrata Banerjee જેવા યુવા સાંસદો સાથે કામ કરવાની તક મળી. તેમણે પોતાના છ વર્ષના કાર્યકાળ દરમિયાન M. Venkaiah Naidu, Jagdeep Dhankhar અને C. P. Radhakrishnan જેવા અધ્યક્ષો હેઠળ કાર્ય કરવાનો અનુભવ પણ શેર કર્યો.
હાલમાં સંસદના બંને ગૃહોમાં બે દિવસ માટે વિરામ રહેશે અને ત્યારબાદ ફરી કાર્યવાહી શરૂ થશે. રાજ્યસભામાં ભાજપ અને એનડીએની સ્થિતિ વધુ મજબૂત બની છે. તાજેતરમાં ખાલી પડેલી ૩૭ બેઠકોમાંથી ૧૧ પર ચૂંટણી યોજાઈ હતી અને બાકીની બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. એનડીએને કુલ ૨૨ બેઠકો મળતાં હવે રાજ્યસભામાં તેની સંખ્યા ૧૪૦ને પાર પહોંચી છે, જે પ્રથમ વખત ૧૪૧ સુધી પહોંચી છે.
કોંગ્રેસના નેતા Digvijaya Singhએ જણાવ્યું હતું કે તેમણે પોતાની વિચારધારા સાથે ક્યારેય સમાધાન કર્યું નથી.
આ દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ Mallikarjun Khargeએ પૂર્વ પીએમ H. D. Deve Gowda અંગે હળવી ટિપ્પણી કરતાં કહ્યું કે “તેમણે પ્રેમ કોંગ્રેસ સાથે કર્યો, પરંતુ લગ્ન મોદીજી સાથે કરી લીધા.” આ ટિપ્પણી બાદ સમગ્ર સંસદમાં હાસ્યનું માહોલ સર્જાયો હતો અને વડાપ્રધાન Narendra Modi પણ હસતા જોવા મળ્યા હતા.














Leave a Reply