Yes TV

News Website

પંજાબના રાજકારણમાં ભૂકંપ! સુસાઈડ કેસમાં આરોપો બાદ AAPના મંત્રીનું રાજીનામું લેવાયું

પંજાબના રાજકારણમાં ભૂકંપ! સુસાઈડ કેસમાં આરોપો બાદ AAPના મંત્રીનું રાજીનામું લેવાયું
Views 17

પંજાબની રાજનીતિમાં તાજેતરમાં મોટો ઉલટફેર થયો છે. મુખ્યમંત્રી ભગવંત માને પોતાના પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરનું રાજીનામું માંગ્યું છે. વેરહાઉસના એક જિલ્લા મેનેજરની આત્મહત્યાના કેસે વિવાદ ઊભો કરતા મુખ્યમંત્રીએ આ કડક નિર્ણય લીધો છે. મૃત્યુ પહેલાં અધિકારીએ એક વીડિયો બનાવી તેમાં મંત્રી ભુલ્લર સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું હતું.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભગવંત માને ભુલ્લરને તરત જ પદ છોડવા કહ્યું હતું. સરકારી પ્રવક્તાના જણાવ્યા મુજબ, આ આત્મહત્યાના સમગ્ર મામલે સઘન તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ દરમિયાન કોઈ ધારાસભ્ય અથવા અન્ય વ્યક્તિની સંડોવણી હોય તો તેની પણ વિગતવાર તપાસ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ગેરરીતિ કે અનિયમિતતા સહન કરવામાં નહીં આવે.

આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે પંજાબમાં વેરહાઉસના જિલ્લા મેનેજરે આત્મહત્યા કરી. મૃત્યુ પહેલાં બનાવેલો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેમાં અધિકારીએ પોતાની પરેશાનીઓ માટે કેટલાક લોકોને જવાબદાર ગણાવ્યા હતા. તેમાં મંત્રી લાલજીત સિંહ ભુલ્લરનું નામ આવતાં રાજકીય વાતાવરણ ગરમાયું અને વિરોધ પક્ષોએ તાત્કાલિક રાજીનામાની માંગ ઉઠાવી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *