કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની મોડી રાત્રે અચાનક તબિયત બગડતાં તેમને નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હોસ્પિટલમાં હાજર રહી તેમની દેખરેખ રાખી રહ્યા છે. હાલ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે, પરંતુ હોસ્પિટલ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર આરોગ્ય બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી.
જાન્યુઆરી 2026માં પણ તેમની તબિયત બગડી હતી, જેના કારણે તેમને કેટલાક દિવસો માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે શ્વાસ લેવામાં તકલીફ વધતાં સારવાર અપાઈ હતી. ડોક્ટરોના જણાવ્યા મુજબ પ્રદૂષણ અને ઠંડીના કારણે તેમની બ્રોન્કિયલ અસ્થમાની સમસ્યા વધુ ગંભીર બની હતી.
આ પહેલા પણ તેમને વારંવાર આરોગ્ય સંબંધિત તકલીફોનો સામનો કરવો પડ્યો છે. 79 વર્ષીય નેતા લાંબા સમયથી ખાંસીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને નિયમિત ચેક-અપ માટે ડોક્ટરોની સલાહ લેતા રહે છે. જૂન 2025માં હિમાચલ પ્રદેશના શિમલા પ્રવાસ દરમિયાન પણ તેમની તબિયત બગડી હતી, જેના કારણે પહેલા શિમલાની હોસ્પિટલમાં અને બાદમાં દિલ્હી પરત ફર્યા પછી ફરી સારવાર લેવી પડી હતી.












Leave a Reply