અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેડિકલ સ્ટોરમાં સ્વીપર તરીકે નોકરીએ જોડાયેલા શખસે પહેલા જ દિવસે તકનો લાભ લઈ ડ્રોવરમાંથી ₹90,000ની રોકડ રકમ ચોરી કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, 17 એપ્રિલ 2026ના રોજ હોસ્પિટલના HR વિભાગે એક વ્યક્તિને સ્વીપર તરીકે રાખ્યો હતો. તેણે ઓળખના પુરાવા બીજા દિવસે આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો અને એ જ દિવસે નાઈટ શિફ્ટમાં કામ શરૂ કર્યું હતું.
અગાઉના દિવસે સવારે ફાર્મસી સ્ટાફ પહોંચતા ડ્રોવરનું લોક તૂટેલું અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો. CCTV ફૂટેજમાં સવારે લગભગ 5:15 વાગ્યે નવો સ્વીપર મોબાઈલની ફ્લેશ લાઈટ વડે મેડિકલ સ્ટોરમાં પ્રવેશતો અને લોક તોડી રોકડ કાઢતો દેખાયો હતો. તપાસમાં ₹90,000ની રકમ ગુમ હોવાનું બહાર આવ્યું.
હોસ્પિટલના ડોક્ટરે CCTV અને હિસાબના આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ઓળખના પુરાવા ન આપ્યા હોવાથી તેની ઓળખ અને ધરપકડ કરવી પોલીસ માટે પડકાર બની છે.














Leave a Reply