Yes TV

News Website

ધો.12 પરિણામ: નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા, ‘બેસ્ટ ઓફ ટુ’ મુજબ ગણાશે રિઝલ્ટ

ધો.12 પરિણામ: નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા, ‘બેસ્ટ ઓફ ટુ’ મુજબ ગણાશે રિઝલ્ટ
Views 3

Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 84.33% અને સામાન્ય પ્રવાહમાં 92.71% પરિણામ નોંધાયું છે. જે વિદ્યાર્થીઓ પાસ થઈ શક્યા નથી અથવા પોતાના ગુણોથી સંતોષ નથી, તેમના માટે બોર્ડે ‘બેસ્ટ ઓફ ટુ’ નિયમ હેઠળ પૂરક પરીક્ષાની વ્યવસ્થા કરી છે.

વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે નહીં તે માટે બોર્ડ દ્વારા જૂન મહિનામાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓને બે વખત પરીક્ષા આપવાની તક મળશે, જેમાંથી વધુ સારા પરિણામને માન્ય ગણવામાં આવશે. આ પ્રક્રિયા માટે બોર્ડે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, પૂરક પરીક્ષાનું વિગતવાર ટાઈમ ટેબલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, શક્યતા છે કે આવતું અઠવાડિયે સત્તાવાર જાહેરાત કરવામાં આવે. વિદ્યાર્થીઓએ અરજી પ્રક્રિયા માટે બોર્ડની વેબસાઈટ અથવા પોતાની શાળાનો સંપર્ક કરવો રહેશે. આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓને પોતાના પરિણામમાં સુધારો કરી આગળના અભ્યાસ માટે નવી તક મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *