Yes TV

News Website

અમદાવાદમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! કોર્પોરેટરનું LC નીકળ્યું ખોટું

અમદાવાદમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! કોર્પોરેટરનું LC નીકળ્યું ખોટું
Views 7

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ માટે વધુ એક મુશ્કેલી ઊભી થઈ છે. કુબેરનગર વોર્ડની મહિલા કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર દ્વારા ચૂંટણી દરમિયાન રજૂ કરાયેલું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) તપાસમાં બોગસ હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)એ તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાનો આદેશ આપ્યો છે.

આ કેસનો પર્દાફાશ ફરિયાદી ચિરાગ શાહ દ્વારા કરાયેલી રજૂઆત બાદ થયો હતો. કલ્પનાબેને કૃષ્ણનગર વિદ્યાવિહાર શાળાનું LC રજૂ કરીને GR નંબર 1248 અને LC નંબર 3194 દર્શાવ્યા હતા. જોકે, DEO દ્વારા કરાયેલી તપાસમાં જાણવા મળ્યું કે આ દસ્તાવેજો ખોટા છે અને દર્શાવેલ GR નંબર શાળાના રેકોર્ડ મુજબ અન્ય વિદ્યાર્થીનો છે. સાથે જ, શાળાએ પણ આ LC પોતે જારી ન કર્યું હોવાનું સ્પષ્ટ કર્યું છે.

તપાસ દરમિયાન સામે આવ્યું કે કોઈએ શાળાનું નકલી LC બનાવી તેમાં ખોટી સહીઓ કરી છે. મામલો બહાર આવતા DEOએ તરત જ શાળાના આચાર્યને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા સૂચના આપી છે અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવાનું કહ્યું છે.

DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આ LC સંપૂર્ણપણે બોગસ હોવાનું સાબિત થયું છે. કલ્પનાબેનએ આ દસ્તાવેજનો ઉપયોગ માત્ર ચૂંટણી માટે કર્યો હતો કે અન્યત્ર પણ કર્યો છે, તે હવે પોલીસ તપાસમાં સ્પષ્ટ થશે. હાલ આ મામલો વધુ તપાસ હેઠળ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *