પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીએ આજે (9 મે) કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સવારે 11 વાગ્યે યોજાયેલા આ ભવ્ય સમારોહ સાથે જ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો સત્તાવાર અંત આવ્યો છે.
શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદના શપથ લેતા જ બંગાળની રાજનીતિમાં ઇતિહાસ રચ્યો હતો. રાજ્યપાલ દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ શાસિત 20થી વધુ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપે આ કાર્યક્રમ દ્વારા વિશાળ શક્તિ પ્રદર્શન કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
શપથગ્રહણ સમારોહ દરમિયાન એક ભાવુક ક્ષણ પણ જોવા મળી હતી, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળ ભાજપના વરિષ્ઠ અને સૌથી જૂના કાર્યકર માખણલાલ સરકારને ગળે મળીને સન્માનિત કર્યા હતા. પીએમ મોદીએ તેમના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા, જેના દૃશ્યો સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચામાં રહ્યા હતા.
આ સમારોહમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી Yogi Adityanath, ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patel સહિત અનેક દિગ્ગજ નેતાઓ કોલકાતા પહોંચ્યા હતા. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશના Pema Khandu, નાગાલેન્ડના Neiphiu Rio અને આસામના Himanta Biswa Sarma પણ ઉપસ્થિત રહ્યા હતા.
શુભેન્દુ અધિકારીની સાથે ભાજપના મહિલા નેતા અગ્નિમિત્રા પોલ અને સિલિગુડીથી ચૂંટાયેલા નેતા શંકર ઘોષ પણ મંત્રી તરીકે શપથ લે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કાર્યક્રમને ‘સોનાર બાંગ્લા’ થીમ પર સજાવવામાં આવ્યો હતો અને રાજકીય હિંસામાં જીવ ગુમાવનારા 200થી વધુ પરિવારોને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડને કડક સુરક્ષા વચ્ચે છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આશરે 1,000 VVIP મહેમાનો અને 9,000થી વધુ ખાસ આમંત્રિતોને આમંત્રણ પાઠવાયું હતું. સ્થળ પર 50 હજારથી વધુ ખુરશીઓ ગોઠવવામાં આવી હતી, જ્યારે લાખો સમર્થકો માટે 20થી વધુ પ્રવેશદ્વારો તૈયાર કરવામાં આવ્યા હતા.














Leave a Reply