Yes TV

News Website

વાડજ પોલીસને હાથતાળી આપી ફરાર થયેલો પોક્સોનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

વાડજ પોલીસને હાથતાળી આપી ફરાર થયેલો પોક્સોનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો
Views 11

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ફરાર થયેલા પોક્સો કેસના આરોપીને શહેર ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આરોપીના ફરાર થયા બાદ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું અને તેને શોધવા માટે તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

મળતી માહિતી મુજબ, વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગંભીર ગુનામાં ઝડપાયેલા આરોપી અશોક સુરેશભાઈ ડાભાણી (ઉ.વ. 23) ગઈકાલે વહેલી સવારે પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો. મેડિકલ ચેકઅપ પૂર્ણ કરીને પરત પોલીસ સ્ટેશન લાવવામાં આવી રહ્યો હતો ત્યારે ગાડીમાંથી નીચે ઉતરતા આરોપીએ પોલીસ કર્મચારીઓને ધક્કો મારી ત્યાંથી પલાયન કર્યું હતું.

આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમોને તપાસમાં જોડવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન આરોપી અશોક ડાભાણી અમદાવાદના ચંદ્રનગર બ્રિજ નજીક હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 64(1) તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો. ઉપરાંત પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાના બનાવમાં આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-262 હેઠળ વધુ એક અલગ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યા બાદ હવે તેને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ફરીથી વાડજ પોલીસ સ્ટેશનને સોંપવાની પ્રક્રિયા હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *