તમિલનાડુના રાજકારણમાં આખરે મોટો વળાંક આવ્યો છે. અભિનેતા વિજય માટે મુખ્યમંત્રી બનવાનો રસ્તો હવે લગભગ સાફ થઈ ગયો છે. વિડુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK)એ સત્તાવાર રીતે સમર્થન જાહેર કરતા વિજયની પાર્ટી તમિલગા વેટ્ટરી કઝગમ (TVK) બહુમતીના 118ના જાદૂઈ આંકડા સુધી પહોંચી ગઈ છે.
VCK પ્રમુખ થોલ. તિરુમાવલવને TVKના ચૂંટણી પ્રચાર સંચાલક અને જનરલ સેક્રેટરી આધવ અર્જુનને સમર્થન પત્ર સોંપીને સરકાર રચનામાં સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. આ પગલાને તમિલનાડુની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યું છે.
તમિલનાડુ વિધાનસભાની કુલ 234 બેઠકોમાંથી TVKને 108 બેઠકો મળી છે. જ્યારે DMKને 59, AIADMKને 47, કોંગ્રેસને 5, PMKને 4, IUMLને 2, CPI અને CPI(M)ને 2-2, VCKને 2 તથા BJP, DMDK અને AMMKને 1-1 બેઠક મળી છે.
ચૂંટણી પરિણામો બાદ સૌથી પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ TVKને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ CPI અને CPI(M)ના બે-બે ધારાસભ્યોએ પણ ટેકો જાહેર કર્યો હતો, જેના કારણે TVKનો આંકડો 116 સુધી પહોંચ્યો હતો. ત્યાર પછી સૌની નજર VCK પર હતી અને હવે VCKએ પણ કોઈ શરત વિના વિજયને સમર્થન જાહેર કર્યું છે. આ ઉપરાંત ઈન્ડિયન મુસ્લિમ લીગ (IUML)એ પણ TVKને ટેકો આપ્યો છે.
TVKના નેતા આધવ અર્જુને કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને VCK પ્રમુખ થિરૂમાવલવનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “વિજય હવે મુખ્યમંત્રી બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.”














Leave a Reply