Yes TV

News Website

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ડોમનું ખાતમુર્હુત

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ડોમનું ખાતમુર્હુત
Views 135

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડનું વિશાળ ઓક્શન સેડ (ડોમ) નુ રાજ્યના કેબિનેટ કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું. આ ડોમ આશરે ૩૫ વિધામાં નવ નિર્મિત થશે. આ ડોમ બનતા કમોસમી વરસાદમાં ખેડૂતોની જણસીને રક્ષણ મળશે. આ તકે કૃષિ અને સહકાર મંત્રી ના હસ્તે આકસ્મિત અવસાન પામનાર ખેડૂતોના વારસદારોને પાંચ લાખના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં વેજાગામ ના ખાતેદાર ધીરજલાલ ભાલાળા તેમજ મોટા દડવા ગામના ખાતેદાર ખેડૂત શંભુભાઈ વસાણી નુ અવસાન થતા તેમના વારસદારોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક, ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશભાઈ,યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા,ભાજપ અગ્રણી અશોકભાઈ પીપળીયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *