Yes TV

News Website

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી
Views 21

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો હતો. 27 જાન્યુઆરી, 2026ના રોજ મળેલી આ ધમકી બાદ એરપોર્ટ તંત્ર અને પોલીસ વિભાગ તરત જ એલર્ટ મોડમાં આવી ગયા હતા. ખાલિસ્તાની વિચારધારા ધરાવતા તત્ત્વો દ્વારા આ ધમકી આપવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સમગ્ર એરપોર્ટ કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

‘અમદાવાદ એરપોર્ટ ટાર્ગેટ પર છે’

મળતી માહિતી મુજબ આ ધમકી એક અજાણ્યા ઈ-મેઈલ આઈડી aldurham420@gmail.com (Amber Durham) પરથી મોકલવામાં આવી હતી. આ ઈ-મેઈલ 27 જાન્યુઆરીના રોજ સવારે 11:05 વાગ્યે અમદાવાદ એરપોર્ટના સત્તાવાર ઈ-મેઈલ આઈડી dtm.amd@adani.com સહિત અન્ય ફીડબેક આઈડી પર પ્રાપ્ત થયો હતો.

ઈ-મેઈલના સબજેક્ટમાં ‘BOMB Blast luggage Section’ લખેલું હતું. મેસેજમાં જણાવાયું હતું કે, “અમદાવાદ એરપોર્ટ ટાર્ગેટ પર છે. શીખો હિન્દુ નથી અને મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન છે.” સાથે જ એરપોર્ટને ગંભીર પરિણામોની ચીમકી પણ આપવામાં આવી હતી.

ધમકીભર્યો ઈ-મેઈલ મળતાની સાથે જ એરપોર્ટના ચીફ સિક્યોરિટી ઓફિસર તથા અદાણી ગ્રુપના વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાને રાખીને સવારે 11:20 વાગ્યે બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. અંદાજે અડધા કલાક સુધી ચાલેલી બેઠકમાં તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવી હતી. અંતે કમિટીએ આ ધમકીને ‘નોન-સ્પેસિફિક’ જાહેર કરી હતી, છતાં સાવચેતીના ભાગરૂપે એરપોર્ટ પર સુરક્ષા તપાસ વધુ સઘન બનાવવામાં આવી હતી.

આ સમગ્ર મામલે અમદાવાદ એરપોર્ટના લેન્ડ સાઈડ સિક્યોરિટી ડ્યુટી મેનેજર રવિકાન્ત ભારદ્વાજે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈટી એક્ટ તથા ગુનાહિત ધમકી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઈ-મેઈલ મોકલનારનું લોકેશન શોધવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે. કેસની તપાસ દરમિયાન પવનસિંગ ચૌહાણ અને અશોક રણવા સહિતના અધિકારીઓના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *