Yes TV

News Website

LPGથી લઈને પાન-મસાલા અને સિગારેટ સુધી… 1 ફેબ્રુઆરીથી થશે 5 મોટા ફેરફાર

LPGથી લઈને પાન-મસાલા અને સિગારેટ સુધી… 1 ફેબ્રુઆરીથી થશે 5 મોટા ફેરફાર
Views 21

જાન્યુઆરી મહિનો હવે અંતિમ તબક્કામાં છે અને સાથે જ ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સામાન્ય બજેટ સાથે થવાની છે. નવો મહિનો સામાન્ય લોકો માટે અનેક મહત્વના બદલાવ લઈને આવશે, જેની અસર સીધી રીતે દરેક ઘરના ખર્ચ અને ખિસ્સા પર પડશે. ગેસ સિલિન્ડરના ભાવથી લઈને પાન-મસાલા, સિગારેટ, FASTag અને બેન્ક રજાઓ સુધી – 1 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવનારા 5 મોટા ફેરફારો વિશે જાણીએ.

પ્રથમ બદલાવ: LPG સિલિન્ડરના નવા ભાવ

દર મહિનાની જેમ આ વખતે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ 1 ફેબ્રુઆરીએ LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કરશે. બજેટના દિવસે ભાવ જાહેર થવાને કારણે ખાસ ધ્યાન આ તરફ રહેશે. લોકો આશા રાખી રહ્યા છે કે 14 કિલો વાળા ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળી શકે. નોંધનીય છે કે 19 કિલો વાળા કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં છેલ્લા ઘણા સમયથી ફેરફાર થઈ રહ્યા છે અને 1 જાન્યુઆરીએ દિલ્હીમાં તેની કિંમતમાં ₹14.50નો ઘટાડો કરીને ₹1804 કરવામાં આવી હતી.

બીજો બદલાવ: CNG-PNG અને ATFના ભાવ

LPGની સાથે 1 ફેબ્રુઆરીએ એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ના સુધારેલા ભાવ પણ જાહેર થશે. ATFના ભાવમાં વધારો કે ઘટાડો હવાઈ મુસાફરીના ભાડા પર સીધી અસર કરે છે. 1 જાન્યુઆરીએ દિલ્હીમાં ATFના ભાવમાં અંદાજે 7 ટકાનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત CNG અને PNGના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ત્રીજો બદલાવ: પાન-મસાલા અને સિગારેટ મોંઘા થશે

1 ફેબ્રુઆરી 2026થી પાન-મસાલા અને તમાકુ ઉત્પાદનોના શોખિનોને ઝટકો લાગી શકે છે. રિપોર્ટ અનુસાર, આ વસ્તુઓ પર વધારાનો ટેક્સ લાગુ કરવામાં આવશે. સરકાર દ્વારા GST કમ્પેન્સેશન સેસને બદલે નવી એક્સાઈઝ ડ્યુટી અને સેસ લાગુ કરવામાં આવ્યા છે. નવી વ્યવસ્થા મુજબ GST ઉપરાંત પાન-મસાલા પર હેલ્થ અને નેશનલ સિક્યુરિટી સેસ પણ વસૂલવામાં આવશે, જેના કારણે તેની કિંમતોમાં વધારો થવાનો છે.

ચોથો બદલાવ: FASTag સંબંધિત નિયમો

FASTag વાપરનારાઓ માટે પણ 1 ફેબ્રુઆરીથી નિયમોમાં ફેરફાર અમલમાં આવશે. NHAIએ કાર, જીપ અને વાન માટે FASTag જારી કરતી વખતે જરૂરી KYC વેરિફિકેશન પ્રક્રિયા બંધ કરી દીધી છે. આ બદલાવને વાહનચાલકો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહી છે.

પાંચમો બદલાવ: બેન્ક રજાઓ

ફેબ્રુઆરી મહિનો રજાઓથી ભરેલો રહેશે. જો તમને બેન્ક સંબંધિત કોઈ કામ હોય તો ઘરેથી નીકળતા પહેલા રજાઓની યાદી જોવી જરૂરી છે. RBI દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, સાપ્તાહિક રજાઓ સહિત છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ જેવા પ્રસંગોને કારણે ફેબ્રુઆરીમાં લગભગ 10 દિવસ બેન્કો બંધ રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *