Yes TV

News Website

ગુજરાતના ‘વંદે માતરમ્’ ટેબ્લોએ રચ્યો ઇતિહાસ, સતત ચોથા વર્ષે મેળવ્યો ‘પીપલ્સ ચોઈસ એવોર્ડ’

ગુજરાતના ‘વંદે માતરમ્’ ટેબ્લોએ રચ્યો ઇતિહાસ, સતત ચોથા વર્ષે મેળવ્યો ‘પીપલ્સ ચોઈસ એવોર્ડ’
Views 21

77મા પ્રજાસત્તાક પર્વના અવસરે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રાજ્યના ટેબ્લોએ વિશેષ આકર્ષણ ઉભું કર્યું હતું. ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ્’ થીમ પર આધારિત આ ટેબ્લોએ દર્શકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. આ સાથે જ ગુજરાતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં પોપ્યુલર ચોઈસ એવોર્ડ શ્રેણીમાં સતત ચોથી વખત પ્રથમ સ્થાન મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે.

43 ટકા મત સાથે પીપલ્સ ચોઈસમાં વિજય

કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા MYGov પોર્ટલ પર 26 જાન્યુઆરીથી 27 જાન્યુઆરીની રાત સુધી યોજાયેલા ઓનલાઈન મતદાનમાં ગુજરાતનું ટેબ્લો શરૂઆતથી અંત સુધી સતત આગળ રહ્યું. કુલ 43 ટકા મત મેળવી ગુજરાતે પીપલ્સ ચોઈસ કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવ્યો, જ્યારે બીજા ક્રમે રહેલા ઉત્તર પ્રદેશને 9 ટકા મત મળ્યા. બાકીના 15 રાજ્યોને અલગ-અલગ પ્રમાણમાં મતદાન થયું હતું.

કર્તવ્યપથ પર રજૂ કરાયેલા ગુજરાતના માહિતી વિભાગના આ ટેબ્લોમાં ‘વંદે માતરમ્’ના ગુંજાર સાથે સ્વદેશી ચળવળમાંથી જન્મેલી આઝાદીની લડત અને આત્મનિર્ભર ભારતના સ્વદેશી સંકલ્પને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો હતો.

લગાતાર સફળતાની પરંપરા

ગુજરાતે પોપ્યુલર ચોઈસ એવોર્ડ જીતવાની પરંપરા 2023ના 74મા પ્રજાસત્તાક પર્વથી શરૂ કરી છે. તે વર્ષે ‘ક્લિન ગ્રીન એનર્જી યુક્ત ગુજરાત’ થીમના ટેબ્લોમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગ માટે ગુજરાતની પહેલ દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ 2024ના 75મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં રજૂ થયેલા “ધોરડો – વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ (UNWTO)” થીમના ટેબ્લોએ પણ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. એટલું જ નહીં, 2024માં જ્યુરીની પસંદગીમાં પણ ગુજરાતના ટેબ્લોને દ્વિતિય ક્રમ મળ્યો હતો.

30 જાન્યુઆરીએ પુરસ્કાર વિતરણ

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ગુજરાતને આવનાર 30 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીની રાષ્ટ્રીય રંગશાળા શિબિરમાં યોજાનારા પ્રજાસત્તાક પર્વના સમાપન સમારોહ દરમિયાન સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રીની હાજરીમાં ગુજરાતને આ પુરસ્કાર એનાયત થશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *