ઐતિહાસિક ઉછાળા બાદ હવે સોના–ચાંદીના બજારમાં ઠંડક જોવા મળી રહી છે. સતત બીજા દિવસે કિંમતી ધાતુઓના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નફાવસૂલી (Profit-booking) અને મજબૂત બનેલા અમેરિકન ડૉલરના કારણે રોકાણકારોએ વેચવાલી તેજ કરી છે, જેના સીધા અસર ભાવ પર પડી છે.
સોનાના ભાવમાં ગાબડું
આજે સોનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો:
- અગાઉનો બંધ ભાવ: ₹1,83,962
- આજનો ઓપન ભાવ: ₹1,80,499
- હાલનો ટ્રેડિંગ ભાવ: ₹1,78,326 (લગભગ 3.06% ઘટાડો)
કુલ મળીને, ગત બંધ ભાવની સરખામણીએ સોનાના ભાવમાં ₹8,862 પ્રતિ 10 ગ્રામનો મોટો કડાકો આવ્યો. જોકે, દિવસ દરમિયાન થોડી રિકવરી સાથે સમાચાર લખાય તે સમયે સોનું ₹1,78,326 આસપાસ ટ્રેડ થતું હતું.
ચાંદીમાં વધુ તીવ્ર ઘટાડો
ચાંદીના ભાવમાં સોનાથી પણ વધારે ઝટકો લાગ્યો:
- અગાઉનો બંધ ભાવ: ₹3,99,893
- આજનો ઓપન ભાવ: ₹3,83,898
- હાલનો ટ્રેડિંગ ભાવ: ₹3,79,831 (લગભગ 5.02% ઘટાડો)
એક જ દિવસમાં ચાંદીમાં ₹23,993 પ્રતિ કિલોનો ઘટાડો નોંધાયો. બાદમાં થોડું સુધારું આવતા ચાંદી ₹3,79,831 પર ટ્રેડ થતી જોવા મળી.
ઘટાડાના કારણો
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સોનું અને ચાંદી તાજેતરમાં રેકોર્ડ ઉચ્ચ સપાટીએ પહોંચતાં રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું છે. સાથે જ, ડૉલરની મજબૂતીને કારણે વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. તેમ છતાં, લાંબા ગાળામાં ભૂ-રાજકીય અનિશ્ચિતતા અને તણાવને કારણે બજારનું સેન્ટિમેન્ટ હજુ પણ મિશ્ર રહેવાની શક્યતા છે.















Leave a Reply