બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)માં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. અગાઉ BMC ચૂંટણીમાં અલગ રીતે મેદાનમાં ઉતરેલી અજિત પવારની NCP હવે મહાયુતિના સત્તાધારી પક્ષો સાથે મળીને આગળ વધવાની દિશામાં પગલાં લઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
શિંદે સેના અને અજિત પવાર જૂથ વચ્ચે નજીકતા
મુંબઈ મહાનગરપાલિકામાં અજિત પવાર જૂથના કુલ ત્રણ નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ ત્રણેય નગરસેવકો શિવસેના (શિંદે જૂથ) સાથે મળીને એક સંયુક્ત અથવા સાંઝુ જૂથની નોંધણી કરાવી શકે છે. આ સંભાવનાને મહાયુતિની અંદર વધતી સમન્વયની નિશાની તરીકે જોવામાં આવી રહી છે.
ભાજપ અલગ જૂથ બનાવી શકે
સૂત્રો મુજબ, ભાજપ BMCમાં પોતાનું અલગ જૂથ નોંધાવવાની તૈયારીમાં છે. જો આવું થાય, તો મહાયુતિના ત્રણેય સાથી પક્ષો—ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર)—અલગ-અલગ જૂથ તરીકે નોંધણી કરાવશે, પરંતુ સત્તા સંચાલનમાં પરસ્પર સહકાર જાળવી રાખશે.
આજે મહત્વની જાહેરાતની શક્યતા
આજે યોજાનારી નોંધણી પ્રક્રિયા દરમિયાન અજિત પવારની NCP શિંદે સેના સાથે મળીને BMCમાં પોતાનું જૂથ જાહેર કરે તેવી શક્યતાઓ પર ચર્ચા તેજ બની છે. જો આ નિર્ણય અમલમાં આવે, તો મુંબઈના રાજકારણમાં મહાયુતિની અંદર એક નવું અને મહત્વપૂર્ણ ગઠબંધન ઊભું થશે, જેનો અસર આગામી દિવસોમાં સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે.














Leave a Reply