આજે સંસદ પરિસરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સંસદના પ્રવેશદ્વાર પાસે કોંગ્રેસના સાંસદો વિવિધ મુદ્દાઓને લઈને હાથમાં તખ્તીઓ લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. એ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂ આમને-સામને આવી ગયા હતા.
પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદોની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી. આ સાથે જ તેમણે કેન્દ્રીય મંત્રી બિટ્ટૂ પર પ્રહાર કરતાં તેમને ‘ગદ્દાર મિત્ર’ કહી સંબોધ્યા હતા. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ વાતાવરણ વધુ તણાવભર્યું બની ગયું હતું.
રાહુલ ગાંધીના શબ્દોથી રોષે ભરાયેલા રવનીત સિંહ બિટ્ટૂએ પણ તીખો જવાબ આપ્યો હતો. તેમણે રાહુલ ગાંધી તરફ ઈશારો કરતા કહ્યું હતું કે, “તેઓ દેશના દુશ્મન છે.” બંને નેતાઓ વચ્ચે થયેલા આ શબ્દયુદ્ધને લઈને સંસદ પરિસરમાં ભારે ચર્ચા થઈ રહી છે.














Leave a Reply