Yes TV

News Website

ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ: દર્દી સહિત તમામ 7ના મોત, પાયલોટે રૂટ બદલવા કરી હતી માંગ

ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ: દર્દી સહિત તમામ 7ના મોત, પાયલોટે રૂટ બદલવા કરી હતી માંગ
Views 26

ઝારખંડમાં એક દુઃખદ વિમાન દુર્ઘટના સામે આવી છે. રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ચતરા જિલ્લામાં અકસ્માતનો ભોગ બની હતી, જેમાં વિમાનમાં સવાર તમામ 7 લોકોનાં મોત નિપજ્યાં છે.

આ એર એમ્બ્યુલન્સ Redbird Airways Private Limitedની હતી. વિમાને રાંચી એરપોર્ટ પરથી સાંજે 7:11 વાગ્યે ઉડાન ભરી હતી. લગભગ 7:30 વાગ્યે વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ચતરા જિલ્લાના સિમરિયા વિસ્તારના બરિયાતુ ગામ નજીક વિમાન ક્રેશ થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. તમામ મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે.

માહિતી મુજબ, સંજય કુમાર નામના દર્દી 65 ટકા સુધી દાઝી ગયા હતા અને રાંચીની દેવકમલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સ્થિતિ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે દિલ્હી ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. તે માટે આ એર એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરવામાં આવી હતી.

રાંચી એરપોર્ટના ડાયરેક્ટર વિનોદ કુમારે પ્રાથમિક તારણોમાં ખરાબ હવામાનને અકસ્માતનું સંભવિત કારણ ગણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ઉડાન દરમિયાન હવામાન બગડતાં પાયલોટે રૂટ બદલવાની મંજૂરી માંગી હતી અને કોલકાતા ATC સાથે સંપર્ક કર્યો હતો. જોકે, 7:34 વાગ્યે વિમાન સાથેનો સંપૂર્ણ સંપર્ક તૂટી ગયો.

તાજેતરમાં બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાની ઘટના બાદ આ અકસ્માતે ફરી એકવાર દેશની એવિએશન સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *